સુશાંત સિંહ રાજપૂતને મળશે હવે ન્યાય, તપાસ કરશે આ એજન્સી

August 05, 2020
 141
સુશાંત સિંહ રાજપૂતને મળશે હવે ન્યાય, તપાસ કરશે આ એજન્સી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી દરમિયાન સોલીસિસ્ટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, સીબીઆઈ તપાસની બિહાર સરકારની ભલામણને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. પટનામાં નોંધાયેલ કેસને મુંબઈ સ્થાનાંતરણ કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ હર્ષિકેશ રોયની બેંચ કરી રહી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું છે કે, અભિનેતાના મુત્યુના કેસમાં સત્ય બહાર આવવું જોઈએ.

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના મુંબઈમાં આવેલ પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ સિવાય બિહાર પોલીસ પણ આ કેસની તપાસમાં સામેલ છે. સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે ૨૫ જુલાઈના રિયા ચક્રવર્તી, તેમના પરિવારના સભ્યો અને છ અન્ય સામે તેમના પુત્રને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. સુશાંતના પિતાએ કોર્ટમાં ચેતવણી આપી હતી. ત્યાર બાદ બિહાર અને મહારાષ્ટ્ર સરકારે પણ કોર્ટને વિનંતી કરી છે કે, આ અરજી પર કોઈ આદેશ આપતા પહેલા, તેમના પક્ષમાં સુનાવણી થવી જોઈએ.

સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ અભિનેત્રી રિયાએ પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે મે ૨૦૧૯ માં તેમના પુત્રથી મિત્રતા કરી લીધી હતી. સર્વોચ્ય કોર્ટમાં પોતાની અરજીમાં ચક્રવર્તીએ આરોપ લગાવ્યો છે કે, રાજપૂતના પિતાએ તેમના પ્રભાવનો ઉપયોગ બિહારના પટનામાં તેમની સામે એફઆઈઆર નોંધાવવા માટે કર્યો હતો.

અભિનેત્રીએ પોતાની અરજીમાં કહ્યું છે કે, તે અને રાજપૂત લીવ-ઇન-રિલેશનશિપમાં હતા. રાજપૂતના મૃત્યુ બાદ મળી રહે ધમકીઓના કારણે તે શોકમાં છે. તેમને અરજીમાં કહ્યું છે કે, “આ કહેવું યોગ્ય રહેશે કે, મૃતક અને અરજદાર આઠ જુન ૨૦૨૦ સુધી લગભગ એક વર્ષથી લિવ-ઇન-રિલેશનશિપમાં રહી રહ્યા હતા, ત્યાર બાદ અરજદાર મુંબઈમાં સ્થિત પોતાના નિવાસસ્થાન પર ચાલી ગઈ હતી.

ચક્રવર્તીએ અરજીમાં એ પણ કહ્યું હતું કે, “રાજપૂત છેલ્લા કેટલાક સમયથી હતાશામાં હતા, તેના માટે દવાઓ લઇ રહ્યા હતા અને ૧૪ જુન ૨૦૨૦ ના સવારે તેમને બાંદ્રા નિવાસે આત્મહત્યા કરી લીધી હતી. તેમને કહ્યું છે કે, જયારે ઘટના પટનામાં થઈ નથી તો ત્યાં તપાસ શરુ કરવી ખોટી છે."

Share: