કોરોના વાયરસને લઈને ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર કરશે લોકોને જાગૃત

March 16, 2020
 523
કોરોના વાયરસને લઈને ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર કરશે લોકોને જાગૃત

કોરોના વાયરસને લઈને લોકોને જાગૃત કરવા માટે ઇન્સ્ટાગ્રામે નવી ફીડ સેવા શરુ કરી છે. ઇન્સ્ટાગ્રામે પોતાના આધિકારિક ટ્વીટર એકાઉન્ટ દ્વ્રારા જાણકારી આપતા જણાવ્યું છે કે, અમે લોકો સુધી કોરોના વાયરસની દરેક માહિતી પહોંચાડવા માંગીએ છીએ. યુઝર્સને ઇન્સ્ટાગ્રામ ફીડ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સાથે સ્થાનીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વ્રારા આપવામાં આવી રહેલી જાણકારીઓ મળશે.

ઇન્સ્ટાગ્રામે જણાવ્યું છે કે, હવે યુઝર્સ Covid-19 થી જોડાયેલ એરઆર ઇફેક્ટ્સ સર્ચ કરી શકશે નહીં.કંપનીનું કહેવું છે કે, ભ્રામક જાણકારી અને નુકસાનદાયક કન્ટેન્ટ રોકવા અને કોરોના વાયરસથી સંબંધિત સાચી અપડેટ્સ લોકોને પહોંચાડવા માટે આવું કરવામાં આવ્યું છે. કંપનીએ આ ઈફેક્ટસને એટલા માટે દુર કરી છે, કારણ કે કોરોના વાયરસની આગાહી, તપાસ અને સારવાર જેવા દાવા કરવામાં આવી રહ્યા હતા.

કોરોના વાયરસની આધિકારિક વેબસાઈટના મુજબ, આ સમયે સંપૂર્ણ દુનિયામાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૧૫૬,૫૯૨ લોકો સંક્રમિત થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધી ૫૭૯૯ લોકોના મુત્યુ થઈ ચુક્યા છે. આ દરમિયાન ૭૫,૭૬૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સૌથી વધુ ચીનના હુબેઈના નાગરિકો સંક્રમિત થયા છે.

Share: