આ ગામમાં ચાંદીનો થયો વરસાદ

March 18, 2020
 376
આ ગામમાં ચાંદીનો થયો વરસાદ

જરા વિચારો કે તમે સવારે ઉઠો અને બહાર ચાંદીનો વરસાદ થઈ રહ્યો છે તો તમે શું કરશો? સ્પસ્ટ છે કે, તમે ચાંદીને ભેગી કરવાનું શરુ કરશો. વાસ્તવમાં, આવા સમાચાર બિહારની સીતામઢીથી આવ્યા રહ્યા છે, ત્યાંના લોકો જ્યારે સવારે ઉઠ્યા તો રસ્તા પર ચાંદીના ટીપા છૂટાછવાયા પડ્યા હતા. લોકોમાં ચાંદીના ટીપાં એકત્રિત કરવાની હરીફાઈ લાગી ગઈ હતી. ત્યાર બાદ બાળકો, વૃદ્ધ, જવાન સહિત મહિલાઓ પણ રસ્તા પર પડેલી ચાંદીને ભેગી કરવામાં જોડાઈ ગયા હતા. તે વિસ્તારના લોકો માટે આશ્ચર્યજનક બાબત છે.

રિપોર્ટ મુજબ, આ ઘટનાને લઈને અલગ-અલગ કહાનીઓ સામે આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે, ચોરી કરનાર ચાંદીથી ભરેલ કોથળો લઈને આ રસ્તા પરથી પસાર થયા હશે, કોથળો ફાટી ગયો હશે અને રસ્તા પર ચાંદીના ટીપા છુટાછવાયા પડી ગયા હશે. આ ઘટના નેપાળ બોર્ડરની પાસે થઈ, જેના કારણે ચોરીની બાબત સામે આવી હતી. જ્યારે ઘણા લોકોએ સો ગ્રામથી અડધો કિલો ચાંદી એકત્રિત કરી લીધી હતી.

જ્યારે આ બાબતમાં વિસ્તારના જ્વેલર્સનું કહેવું છે કે, ચાંદીના દાણાની તપાસ બાદ જાણવા મળ્યું છે કે, તે સૌથી શ્રેષ્ઠ પ્રકારની ચાંદી છે. તેમ છતાં આટલી માત્રામાં ચાંદી આખરે રસ્તા પર ક્યાંથી આવી, આ અંગે તમામ પ્રકારની અટકળો શરૂ કરવામાં આવી હતી. જો કે, આ માહિતી મળ્યા બાદ સુરસંડ પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.

Share: