ગુગલે પ્લે-સ્ટોરથી ડિલીટ કરી વાયરસ વાળી ૮૫ એપ્સ

January 13, 2019
 1131
ગુગલે પ્લે-સ્ટોરથી ડિલીટ કરી વાયરસ વાળી ૮૫ એપ્સ

ગુગલે તાજેતરમાં એવી ૬ એપ્સની ઓળખાણ કરી છે જે લોકોને વ્હોટ્સએપ અને ફેસબુક મેસેજ વાંચી રહી હતી, જયારે હવે ગૂગલે પોતે ૮૫ એવી એન્ડ્રોઇડ એપ્સને પ્લે-સ્ટોરથી દુર કરી દીધી છે જે લોકોના ડેટાને લીક કરી રહી હતી. આ એપ્સ તમારા ફોનમાં ફૂલ સ્ક્રીન એડ દેખાડી મોબાઈલના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેતી હતી અને તમારા ફોનના અનલોકિંગ ફંકશન પર રાખતા હતા. તમને જાણીને હેરાની થશે કે, આ એપ્સને લાખો કરોડો વખત ડાઉનલોડ્સ કરવામાં આવી ચુકી છે. જાપાનની સાઈબર સિક્યોરીટી અને ડિફેન્સ કંપની Trend Micro ના મુજબ આ એપ્સને અત્યાર સુધી ૯૦ લાખ વખત પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી છે. તેમાંથી એક એપ ‘Easy Universal Remote’ જ એકલી ૫૦ લાખ વખત ડાઉનલોડ થઈ છે. આ ૮૫ એપ્સની લિસ્ટમાં આ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ છે.

વાયરસ વાળી એપ્સ

જો તમારા ફોનમાં આ એપ્સ છે તો તેને ફોનથી દુર કરી દો. આ એપ્સના નામ કંઇક આ રીતના છે – World Tv Channel, tv brasil, train simulator, prado parking, ga video player, Canada tv channel, 3d total car racing, druft car racing, racin in card 3d, American muscle જેવી એપ આ લીસ્ટમાં સામેલ છે.

આવી રીતે કરે છે ડેટા લીક

બતાવવામાં આવી રહ્યું છે કે, જયારે તમે આ એપ્સને ફોનમાં ડાઉનલોડ કરી લો છો અને ઉપયોગ કરવાનું શરૂ કરો છે તો શરૂમાં તમને ફૂલ સ્ક્રીન પોપ-અપ એડ દેખાઈ છે. આ એડ તમને ત્યાં સુધી દેખાશે, જ્યાં સુધી તમે તેને વારંવાર બેકનું બટન દબાવી બંધ ના કરો, પરંતુ આ દરમિયાન ઘણા અલગ-અલગ URL ખુલી ગઈ હોય છે. પછી જયારે તમે આ એપનો ઉપયોગ કર્યા બાદ બંધ કરી દો છો, તો પણ બેકગ્રાઉન્ડમાં આ એપ ચાલુ રહે છે અને બાદમાં લગભગ અડધા કલાકમાં ડિવાઈસમાં પોપ-અપ કરે છે. જેનાથી તે સરળતાથી તમારો ડેટા લીક કરે છે.

Share: