દુબઈમાં સાત વર્ષના ભારતીય બાળકે જીતી ૧૦ લાખ ડોલરની લોટરી

March 20, 2020
 311
દુબઈમાં સાત વર્ષના ભારતીય બાળકે જીતી ૧૦ લાખ ડોલરની લોટરી

દુબઈમાં ફર્નીચરનો ધંધો કરનાર કપિલરાજ તેમના પિતાએ વિચાર્યું પણ નહોતું કે, તેમનું સપનું પૂર્ણ થઈ જશે. ખલીલ ટાઈમ્સની રિપોર્ટ્સ મુજબ, બાળકના પિતા કનકરાજ તમિલનાડુના છે અને તે અજમનમાં ૨૭ વર્ષથી રહ્યા છે.

કનકરાજે જણાવ્યું છે કે, હંમેશાની જેમ તેમને પોતાના સાત વર્ષના પુત્રના નામે લોટરી ખરીદી હતી. ત્યાર બાદ લોટરી નીકળ્યા બાદ તેમને આ વાતનો વિશ્વાસ થઈ રહ્યો નહોતો કે, તેમને પુત્રે ૧૦ લાખ ડોલરની લોટરી જીતી છે. કપિલરાજ કનકરાજે ૪૨૩૪ ટીકીટોમાંથી ૩૨૭ સીરીઝની ટીકીટ જીતી, જે તેમના પિતાએ ૨૧ ફ્રેબુઆરીના ખરીદી હતી.

કનકરાજે જણાવ્યું છે કે, “હું આજે કેવો અનુભવ કરી રહ્યો છુ, આ બતાવવા માટે મારી પાસે શબ્દનથી. મારા પરિવાર અને હું આ શાનદાર આશીર્વાદના પ્રતિ આભારી છે. આ પૈસા મારાપુત્રના ભવિષ્ય અને અમારા ફર્નીચરના વ્યવસાયમાં લાગશે. દુબઈ ડ્યુટી ફ્રી ખુબ-ખુબ આભાર.”

Share: