બીએસએનએલ પોતાના આ ગ્રાહકોને ફ્રીમાં આપી રહી છે ૧ જીબી ડેટા

November 19, 2018
 784
બીએસએનએલ પોતાના આ ગ્રાહકોને ફ્રીમાં આપી રહી છે ૧ જીબી ડેટા

ટેલીકોમ માર્કેટમાં પ્રાઈવેટ મોબાઈલ ઓપરેટર્સને ટક્કર આપવા માટે બીએસએનએલે યુઝર્સ માટે નવી ઓફર પ્રસ્તુત કરી છે. હવે બીએસએનએલે પોતાના સબ્સક્રાઇબર્સ માટે માય બીએસએનએલ એપને પ્રથમ વખત ડાઉનલોડ કરવા પર ઇન્સન્ટિવની ઓફર પ્રસ્તુત કરી છે. જેમાં યુઝર્સને ૧ જીબી ફ્રી મોબાઈલ ડેટા આપવામાં આવશે, આ ડેટા એન્ડ્રોઇડ યુઝર્સને મળશે. તમને જણાવી દઈએ કે, ફ્રી ડેટા તે જ યુઝર્સને મળશે જે પ્રથમ વખત માય બીએસએનએલ એપ ડાઉનલોડ કરી રહ્યા હશે અને તેની વેલીડીટી ૩૦ દિવસની છે.

આવી રીતે કરો ઉપયોગ

પ્રાપ્ત માહિતી મુજબ આ ઓફર પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્રકારના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એપમાં સાઈન અપ કમ્પ્લીટ થયા બાદ ૧ જીબી ૨જી/૩જી ડેટા તમારા એકાઉન્ટમાં ક્રેડીટ કરી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, તમે આ એપ દ્વ્રારા એકાઉન્ટ ડીટેલ્સ, પે બ્રોન્ડબેન્ડ ડીટેલ્સ અને પ્રીપેડ નંબરને રિચાર્જ કરી શકે છે. પોસ્ટપેડ યુઝર્સ આ એપ દ્વ્રારા બીલ પેમેન્ટ પણ કરી શકશે. તમે આ એપ દ્વ્રારા એકાઉન્ટ ડીટેલ્સ, પે બ્રોન્ડબેન્ડ ડીટેલ્સ અને પ્રીપેડ નંબરને રિચાર્જ કરી શકે છે.

 

Share: