મહાન ફૂટબોલર પી કે બેનર્જીનું ૮૩ વર્ષની ઉમરમાં અવસાન

March 20, 2020
 148
મહાન ફૂટબોલર પી કે બેનર્જીનું ૮૩ વર્ષની ઉમરમાં અવસાન

ભારતના મહાન ફૂટબોલર પી કે બેનર્જીનું શુક્રવારે લાંબી બીમારી બાદ અવસાન થઈ ગયું છે. તે ૮૩ વર્ષના હતા. પી કે બેનર્જીના પરિવારમાં તેમનું પુત્રી પાઉલા અને પૂર્ણા છે જે પ્રખ્યાત વિદ્ધાન છે. તેમના નાના ભાઈ પ્રસુન બેનર્જી તુલમૂલ કોંગ્રેસથી સાંસદ છે. એશિયન રમત ૧૯૬૨ ના ગોલ્ડ મેડલ વિજેતા પી કે બેનર્જી ભારતીય ફૂટબોલના સુવર્ણ તબક્કાના સાક્ષી રહ્યા છે.

તે છેલ્લા થોડા સમયથી નિમોનિયાના કારણે શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમને પાર્કિન્સન, હ્રદયરોગ અને ડિમેન્શિયા પણ હતી. તે બે માર્ચથી હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર હતા. તેમને રાતે ૧૨ વાગે ૪૦ મિનીટ પર અંતિમ શ્વાસ લીધા હતા.

૨૩ જુન ૧૯૩૬ ના જલપાઈગુડીના બહારી વિસ્તારમાં આવેલ મોયનાગુડીમાં જન્મેલા પી કે બેનર્જી ભાગલા બાદ જમશેદપુરમાં આવ્યા હતા. તેમને ભારત માટે ૮૪ મેચ રમી ૬૫ ગોલ કર્યા હતા. જકાર્તા એશિયન રમત ૧૯૬૨ માં ગોલ્ડ મેડલ જીતનાર પી કે બેનર્જીએ ૧૯૬૦ માં રોમ ઓલોમ્પિકમાં ભારતની કેપ્ટનશીપ કરી અને ફ્રાંસ સામે એક-એકથી ડ્રો રહેલી મેચમાં બરાબરીનો ગોલ કર્યો હતો. આ અગાઉ તે ૧૯૫૬ ની મેલબોર્ન ઓલોમ્પિક ટીમમાં પણ હતા અને ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા પર ૪-૨ થી મળેલી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફીફાએ તેમને ૨૦૦૪ માં શતાબ્દી ઓર્ડર ઓફ મેરીટથી નવાજ્યા હતા.

Share: