ડેવિડ વોર્નરે આ વિદેશી ક્રિકેટ લીગથી નામ પરત લીધું

March 21, 2020
 155
ડેવિડ વોર્નરે આ વિદેશી ક્રિકેટ લીગથી નામ  પરત લીધું

ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે ઇંગ્લેન્ડની નવી ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડથી નામ પરત લઇ લીધું છે. ડેવિડ વોર્નરની ટુર્નામેન્ટથી નામ પરત લેવાના કારણે કોરોનાવાયરસ નહીં પરંતુ તે પોતાને ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાવનારી વનડે સીરીઝ માટે તૈયાર રાખવા ઈચ્છે છે.

ડેવિડ વોર્નર ધ હન્ડ્રેડમાં સાઉદર્ન બ્રેવે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ નવી રીત ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં રમાવવાની છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટુડેની રિપોર્ટ મુજબ ૩૩ વર્ષના ડેવિડ વોર્નરે ટુર્નામેન્ટ ના રમવાનો નિર્ણય કર્યો છે અને તે આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે.

ડેવિડ વોર્નરે મેનેજરે ધ એઝને જણાવ્યું છે કે, “જો આઈપીએલ થશે તો ડેવિડ વોર્નરની તૈયારી ચાલુ રહેશે. જો પરીસ્થિતિ બદલાશે તો તે એક કલાકમાં પણ બદલી શકે છે, તો જવાબ હશે કે, તમે પોતાનો નિર્ણય બદલશે. આ કોઈના માટે અલગ વાત નથી.”

જયારે આઇપિએલને લઈને ડેવિડ વોર્નરના મેનેજર જેમ્સ અર્સકીને ‘ધ એઝ’ થી કહ્યું છે કે, જો આઈપીએલનું આયોજન થશે તો ડેવિડ વોર્નર તેમાં રમવાનું પસંદ કરશે. તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં વર્ષે ૧૭ ઓસ્ટ્રેલીયન ખેલાડી ભાગ લેવાના છે. બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા હજુ પણ આ વાતની સમિક્ષા કરી રહ્યું છે કે, તેમના ખેલાડીઓને તેમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે કે નહીં. આ ટુર્નામેન્ટમાં ડેવિડ વોર્નર સિવાય સ્ટીવન સ્મિથ, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ પણ રમશે.

Share: