નેટફ્લિકસ બાદ હવે યુટ્યુબ પણ દેખાડશે સ્ટાન્ડર્ડ ક્વોલીટીમાં વિડીયો

March 21, 2020
 507
નેટફ્લિકસ બાદ હવે યુટ્યુબ પણ દેખાડશે સ્ટાન્ડર્ડ ક્વોલીટીમાં વિડીયો

યુરોપીયન યુનિયનના આગ્રહ પર યુટ્યુબે પણ હાઈ ડેફિનેશન અને ફૂલએચડીની જગ્યાએ સ્ટાન્ડર્ડ ડેફિનેશન ક્વોલોટીમાં વિડીયો દેખાડવાનો નિર્ણય કર્યો છે. હજુ આ નિર્ણય માત્ર યુરોપ માટે જ લેવામાં આવ્યો છે. યુટ્યુબના આ નિર્ણય પર કંપનીના પ્રવક્તાએ ટેકક્રંચને જાણકારી આપતા જણાવ્યું છે કે, ભલે યુઝર્સને વિડીયો એસડીમાં મળશે, પરંતુ વિડીયો કોવોલીટી સારી જ રહેશે.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસનો ભય સમયની સાથે-સાથે સંપૂર્ણ દુનિયામાં વધતો જોવા મળી રહ્યો છે. એવામાં કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જ્યારે કેટલાકે તો પોતાના કર્મચારીઓને હોલીડે પર મોકલી દીધા છે. આ સમયે લોકો ઘરમાં ઓનલાઈન વિડીયો જોઇને અને ગેમ રમીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

એવામાં યુરોપીયન યુનિયને નેટફિલ્ક્સ અને એમેઝોન પ્રાઈમ વિડીયો સ્ટ્રીમીંગ જેવા પ્લેટફોર્મ્સને કહ્યું છે કે, તે હાઈ ડેફિનેશન (એચડી) ક્વોલીટીમાં વિડીયો દેખાડવાનું બંધ કરે, નહિંતર, વપરાશકર્તાઓમાં વધારો થવાને કારણે ઇન્ટરનેટ આઉટટેજની સમસ્યા વધી જશે.

Share: