કોહલી અને એબી ડી વિલિયર્સમાંથી બ્રેડ હોગે આ ખેલાડીને ગણાવ્યા સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

March 21, 2020
 170
કોહલી અને એબી ડી વિલિયર્સમાંથી બ્રેડ હોગે આ ખેલાડીને ગણાવ્યા સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલીયર્સ બે એવા ક્રિકેટર છે જેમના ચાહકો સંપૂર્ણ દુનિયામાં છે. બંને મેદાનમાં અથવા મેદાનની બહાર જે કરે છે તેના માટે ચાહકો તેમને પસંદ કરે છે. બંને ઇન્ડીયન પ્રીમિયર લીગમાં એક જ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમે છે. લાંબા સમયથી આ ચર્ચા થઈ રહી છે કે, બંનેમાં બેસ્ટ કોણ છે? આ ચર્ચામાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેડ હોગ પણ આવી ગયા છે.

વિરાટ કોહલી અને એબી ડી વિલીયર્સની બેટિંગ સ્ટાઇલ પણ અલગ છે. એક તરફ વિરાટ કોહલી ક્લાસિક શોટ્સ રમવામાં નિષ્ણાત છે. જ્યારે, એબી ડી વિલિયર્સ મેદાનની ચારો તરફ લાંબા-લાંબા શોટ્સ મારવા માટે જાણીતા છે. બંને બેટ્સમેન લાંબી ઇનિંગ રમે છે. એબી ડી વિલીયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. તે હવે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમે છે. તેમ છતાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની વાપસીની ચર્ચા છે. વિરાટ કોહલી ત્રણે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરે છે. તેના સિવાય તે આરસીબીના પણ કેપ્ટન છે.

બ્રેડ હોગે પોતાનો નિર્ણય સંભાળવતા બંનેમાંથી એક બેસ્ટ બેટ્સમેન બતાવ્યા છે. વાસ્તવમાં, એક ફેને ટ્વીટર પર બ્રેડ હોગ અને ટોમ મૂડીથી એક સવાલ પૂછ્યો હતો. તેમને લખ્યું હતું કે, “હોગ અને મૂડી હજુ પણ એબી ડી વિલીયર્સને શાનદાર ફ્રોમમાં જણાવી રહ્યા છે, જ્યારે તે નિવૃત્તિ લઇ ચુક્યા છે. તમને બંનેને કોહલી અને એબી ડી વિલીયર્સમાંથી બેસ્ટ કોણ લાગે છે. બ્રેડ હોગે તેનો રીપ્લાઈ એક જ લાઈનમાં આપી દીધો હે. તેમને વિરાટ કોહલીને બેસ્ટ બતાવ્યા હતા. હોગે લખ્યું હતું કે, “વિરાટ કોહલીના આંકડા તેમની સાથે છે.” હોગે સ્ટેટ્સની જગ્યાએ સ્ટાર્સ લખી દીધું હતું.

વિરાટ કોહલીએ ૮૬ ટેસ્ટ માં ૫૩.૬ ની એવરજથી ૭૨૪૦ રન બનાવ્યા છે. ૨૪૮ વનડેમાં તેમના નામે ૧૧૮૬૭ અને ૮૨ ટી-૨૦ માં ૨૭૯૪ રન છે. તેમને આઈપીએલમાં ૧૧૭ મેચ ૫૪૧૨ રન બનાવ્યા છે. બીજી તરફ એબી ડી વિલિયર્સે ૧૧૪ ટેસ્ટમાં ૫૦.૭ ની એવરજથી ૮૭૬૫ રન બનાવ્યા હતા. ૨૨૮ વનડેમાં તેમને ૯૫૭૭ અને ૭૮ ટી-૨૦ માં ૧૬૭૨ રન બનાવ્યા હતા. આઈપીએલમાં એબી ડી વિલિયર્સના નામે ૧૫૪ મેચમાં ૪૩૯૫ રન છે.

Share: