ટીમ ઇન્ડિયાના આ ભૂતપૂર્વ ક્રિકેટ પર લાગ્યો યૌન ઉત્પીડનનો આરોપ

March 23, 2020
 123
ટીમ ઇન્ડિયાના આ ભૂતપૂર્વ ક્રિકેટ પર લાગ્યો યૌન ઉત્પીડનનો આરોપ

વડોદરા ક્રિકેટ એસોસીએશને મહિલા ટીમના કોચ અતુલ બેડાડેને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. મહિલા ખેલાડીઓએ કોચ અતુલ પર યૌન ઉત્પીડન અને સાર્વજનિક રૂપથી શર્મસાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

બીસીસીઆઈના સુત્રોએ આઇએએનએસને જણાવ્યું છે કે, ટીમના ખેલાડીઓએ છેલ્લા મહીને ફ્રેબુઆરીમાં હિમાચલ પ્રદેશમાં મહિલા સીનીયર વનડે ટુર્નામેન્ટ દરમિયાન કોચ અતુલ સામે દુર્વ્યવહારની ફરિયાદ કરી હતી.

ક્રિકઇન્ફોની રિપોર્ટ અનુસાર, બીસીએના ટોપ સમિતિએ કોચના ઉપર લાગેલા આરોપોની તપાસ કરવા માટે એક તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે.

અતુલે તેમ છતાં પોતાના સામે લાગેલા આરોપોને ખોટા અને બિનજરૂરી બતાવ્યા છે. તેમને ક્રિકઇન્ફોથી વાતચીતમાં જણાવ્યું છે કે, તે પોતાના સામે લાગેલ આરોપોથી હેરાન છે.

૫૩ વર્ષના ભૂતપૂર્વ બેટ્સમેન અતુલે ભારત માટે ૧૯૯૪ માં ૧૩ વનડે મેચ રમી હતી અને તેમની એક અડધી સદી નોંધાયેલ છે.

Share: