વેસ્ટ ઇન્ડીઝના આ મહાન બેટ્સમેને વિરાટ કોહલીને ગણાવ્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

March 23, 2020
 121
વેસ્ટ ઇન્ડીઝના આ મહાન બેટ્સમેને વિરાટ કોહલીને ગણાવ્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે જણાવ્યું છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ સમયે દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેમના મનપસંદ પણ છે. શિવનારાયણ ચંદ્રપોલ થોડા દિવસો પહેલા ભારતમાં હતા, જ્યાં તે રોડ સેફટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લઇ રહ્યા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે આ સીરીઝને સ્થગિત કરી દેવામાં આવી છે.

શિવનારાયણ ચંદ્રપોલ સ્પોર્ટસ્ટારે જણાવ્યું છે કે, “નિશ્વિત રૂપથી વિરાટ કોહલી છે. તે પોતાની રમતની બધી પહેલુઓ પર કામ કરી રહ્યા છે અને પરિણામ પણ જોવા મળી રહ્યું છે. તે પોતાની ફિટનેસ અને સ્કિલ્સ પર ઘણી મહેનત કરી રહ્યા છે. તેના માટે ખુબ મહેનત કરતા જોયા છે અને તે તે લોકોમાંથી એક છે જે હંમેશા સારુ કરવા માગે છે. તેમને તે સાબિત પણ કર્યું છે. તેના માટે તમને તેનો શ્રેય આપવો પડશે. આટલા લાંબા સમય સુધી પોતાની રમતમાં ટોપ પર બન્યા રહેવું સરલ નથી. તે પોતાના કામમાં લાગી ગયા અને પરિણામ બધાની સામે છે.

શિવનારાયણ ચંદ્રપોલે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની સંભાવનાઓને લઈને કહ્યું છે કે, “વેસ્ટ ઇન્ડીઝની પાસે હંમેશા નાના ફ્રોમેટના ખેલાડી રહ્યા છે. તો પણ આ બધું આ વાત પર નિર્ભર કરે છે કે, તમે તે દિવસે કેવું સારુ પ્રદર્શન કરો છે કેમકે ટી-૨૦ કોઈ પણ કોઈ પણ જીતી શકે છે. અમારી પાસે ઘણા બધા વિજેતા ખેલાડી છે અને આ અમારા માટે સારી વાત છે.

Share: