કોરોના વાયરસ અને લોક ડાઉનથી શેરબજારમા અફડા તફડી,૧૫ મિનીટમા રોકાણકારોના ૮ લાખ કરોડ ડૂબ્યા

March 23, 2020
 601
કોરોના વાયરસ અને લોક ડાઉનથી શેરબજારમા અફડા તફડી,૧૫ મિનીટમા રોકાણકારોના  ૮ લાખ કરોડ ડૂબ્યા

કોરોના વાયરસ અને દુનિયાના અનેક હિસ્સામા લોકડાઉનના લીધે શેર બજારમા ભારે અફડા તફડી જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સમા ૨૩૦૭.૧૬ અંકોના ઘટાડા સાથે ૨૭,૬૦૮. ૮૦ અંક પર ખુલ્યો હતો. જયારે નિફ્ટીના કારોબારમા શરૂઆતમા ૮.૬૬ ટકા ઘટાડા સાથે ૭૯૪૫.૭૦ પર થઈ હતી. સેન્સેક્સ લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. આજે સવારે જયારે બજાર ખુલ્યા હતા ત્યારે બજાર શરૂઆતની ૧૫ મિનીટમા કારોબારમા નિવેશકના ૮ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. બજાર ખુલતા જ ૧૫૦ શેરમા લોઅર સર્કીટ હીટ થઈ હતી. જયારે ૩૪૦ શેર પોતાના ૫૨ અઠવાડિયાના ન્યુનતમ સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. માનવામા આવી રહ્યું છે કે ૧૫ મિનીટમા રોકાણકારોને ૮ લાખ કરોડ ડૂબી ગયા હતા.બજારમાં મચેલા હડકંપ અને ઘટાડા બાદ એક મહિનામા બીજી વાર સેન્સેક્સ ૧૦ ટકાની લોઅર સર્કીટ લાગી હતી. જેના લીધે ૪૫ મિનીટ સુધી કારોબાર રોકવો પડ્યો હતો આ પૂર્વે ૧૩ માર્ચના રોજ ભારતીય બજારમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હાલત એટલા ખરાબ છે કે છેલ્લા સપ્તાહના આખરી દિવસે શુક્રવારે ભારતીય શેર બજારના લોઅર સર્કીટ લાગી ગઈ હતી.જેમાં બીપીસીએલનો શેર ૩૧ રૂપિયાના ઘટાડા સાથે ૨૮૬.૪૦ રૂપિયા સ્તરે ખુલ્યો હતો. ઓએનજીસીના શેર અંદાજે ૯ રૂપિયાના ઘટાડા સાથે ૬૩.૭૦ રૂપિયા સ્તરે ખુલ્યો હતો. આઈઓસીનો શેર ૯ રૂપિયાના ઘટાડા સાથે ૮૧.૫૫ રૂપિયા સ્તરે ખુલ્યો હતો.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના મુંબઈમા લોકડાઉન કે અને કહેવામા આવ્યું હતું કે શેરબજાર પણ નહીં ખોલે. પરંતુ સેબી અને શેરબજારે રવિવારે કહ્યું હતું કે બજારના તમામ સેગ્મેન્ટ સોમવારે સામાન્ય દિવસની જેમ જ કામ કરશે. શેર બજાર તેમના બ્રોકર્સને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. આ વ્યવસ્થા ૩૦ એપ્રિલ સુધી જરૂરિયાત મુજબ લાગુ રહેશે.

Share: