રાહુલ ગાંધીનો સવાલ, પીએમ મોદી જણાવે ભારતમાંથી વેન્ટીલેટર અને માસ્કની નિકાસ કેમ કરવામા આવી

March 23, 2020
 662
રાહુલ ગાંધીનો સવાલ, પીએમ મોદી જણાવે ભારતમાંથી  વેન્ટીલેટર અને માસ્કની નિકાસ કેમ કરવામા આવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદી પર હુમલો કરતા જણાવ્યું છે કે દેશના કોરોના વાયરસનું સંકટ હોવા છતાં ૧૯ માર્ચ સુધી માસ્ક અને વેન્ટીલેટરના નિકાસની મંજુરી કેમ આપવામાં આવી હતી. તેમજ આ બધું કોના ઈશારા પર કરવામા આવ્યું હતું શું તેમાં કોઈ ગુનાહિત ષડયંત્ર તો નથીને.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ' આદરણીય પ્રધાનમંત્રી, ડબ્લ્યુએચઓની સલાહ ૧. વેન્ટીલેટર ૨. સર્જીકલ માસ્ક નો પૂરતા જથ્થાના સ્ટોક રાખવો તે ઉપરાંત ભારત સરકારે ૧૯ માર્ચ સુધી આ વસ્તુઓની નિકાસની મંજુરી કેમ આપી. આ ખેલવાડ કોના ઈશારા પર થયો છે. શું આ કોઈ અપરાધિક ષડયંત્ર તો નથીને.

હાલ દેશમા ફેલાયેલા કોરોના વાયરસની દહેશતના પગલે બજારના માસ્ક અને વેન્ટીલેટરની અછત ઉભી થઈ છે. તેમજ વેપારીઓએ પણ અછતના નામે માસ્ક અને વેન્ટીલેટરની કાળાબજારી પણ શરુ કરી છે. જેના લીધે લોકોને ઉંચી કિંમતે હલકી ગુણવત્તાના માસ્ક ખરીદવાની ફરજ પડી રહી છે.

દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે ભારત અત્યાર સુધી ૪૦૦ થી વધુ કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝીટીવના ૧૩૭ કેસો સામે આવ્યા છે. ભારતના કોરોનાથી મરનારાની સંખ્યા ૮ થઈ છે. દેશમા હાલ કોરોના ૪૧ વિદેશી નાગરિક છે. જેમાં મુંબઈના ૬૮ વર્ષના એક વિદેશીનું મોત થયું છે. આ વાયરસથી બચવા પીએમ મોદીએ રવિવારે જનતા કર્ફ્યું પાળવાનું આહવાન કર્યું હતું. જે મહદ અંશે સફળ નીવડ્યું હતું. તેમજ લોકોએ આ રોગથી પીડીત લોકોની સેવા કરી રહેલા સરકારી કર્મીઓ, ડોકટર, પેરા મેડીકલ અને હેલ્પ સ્ટાફના સન્માનમા સાંજે પાંચ વાગે થાળી કે તાળી વગાડવાના કરેલી અપીલ પણ સફળ રહી હતી.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ગઈકાલે જ કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે રાજય સરકારોને ૭૫ જીલ્લામા માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આદેશ જારી કર્યો છે જેમાં કોવિડ-૧૯ના કિસ્સા સામે આવ્યા છે અને લોકોના મોત થયા છે. જેમાં દિલ્હીના સાત જીલ્લા પણ સામેલ છે. આ ઉપરાંત આંતર રાજ્ય બસસેવા પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ ૩૧ માર્ચ સુધી દિલ્હી મેટ્રો સહિત મેટ્રો સેવા બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો છે. દિલ્હીમા મેટ્રો સહિતની મેટ્રો સેવા સ્થગિત રહેશે.

દેશના જે ૭૫ જીલ્લામા માત્ર આવશ્યક સેવાઓને પરિચાલન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં દિલ્હી સેન્ટ્રલ, પૂર્વી દિલ્હી, ઉત્તર દિલ્હી, ઉત્તર પશ્ચિમી દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી પણ સામેલ છે.

Share: