નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ સહિત ઘણા વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસમાં થઈ શકે છે આ મોટા ફેરફાર

March 23, 2020
 201
નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ સહિત ઘણા વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસમાં થઈ શકે છે આ મોટા ફેરફાર

કોરોના વાયરસનો ભય સમયની સાથે-સાથે સંપૂર્ણ દુનિયામાં વધતો જોવા મળી રહ્યો છે. એવામાં કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરથી કામ કરવાનો આદેશ આપ્યો છે જયારે કેટલાકે તો પોતાના કર્મચારીઓને હોલીડે પર મોકલી દીધા છે. આ સમયે લોકો ઘરમાં ઓનલાઈન વિડીયો જોઇને અને ગેમ રમીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એવામાં યુરોપીયન યુનિયને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વિડીયો સ્ટ્રીમિંગ જેવા પ્લેટફોર્મ્સે જણાવ્યું છે કે, તે હાઈ ડેફિનેશન (એચડી) ક્વોલોટીમાં વિડીયો દેખાડવાનું બંધ કરે, નહીં તો યુઝર્સના વધતા ઈન્ટરનેટ આઉટેઝની સમસ્યા ઉભી થઈ જશે.

યુરોપીય આયુક્ત થિયરી બ્રેટને ટ્વીટ દ્વ્રારા જાણકારી આપતા જણાવ્યું છે કે, બ્રિટેનની બધી કંપનીઓને થોડા દિવસો માટે સ્ટાન્ડર્ડ ડેફિનેશન (એસડી) ક્વોલોટી વિડીયોમાં સ્ટ્રીમિંગ કરવાની જરૂરત છે. તેમને #SwitchtoStandard નો ઉપયોગ કરતા જણાવ્યું છે કે, જ્યારે એચડી આવશ્યક નથી ત્યારે તેને બંધ કરવું જોઈએ. ત્યાર બાદ નેટફ્લીક્સના એક પ્રવક્તાએ સીએનએન બીઝનેસથી જણાવ્યું છે કે, હેસ્ટિંગ્સ અને બ્રેટન ગુરુવારના ફરીથી આ બાબત પર વાત કરવી જોઈએ.

Share: