જનતા કરફ્યુ થી ફાયદા કરતા નુકસાન વધુ કેમ છે

March 23, 2020
 600
જનતા કરફ્યુ થી ફાયદા કરતા નુકસાન વધુ કેમ છે

આજે ૨૨ માર્ચ ના રોજ સવારે 7 થી રાત્રે 9 સુધી દેશ ની જનતા કરફ્યુ નું પાલન કરે તેવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ ને દેશના કેટલા લોકો માનશે કે પાલન કરશે તે આજે સાંજ સુધીમાં સમગ્ર દેશ ને તો નહિ પણ પોત પોતાના વિસ્તાર ના નાગરિકો ને ખબર પડી જશે અને મુખ્ય વાત તો એ છે કે આજે રવિવાર ની એમ પણ જાહેર રજા હોવાથી છે અને તેના કારણે દેશ મા ૭૦/૮૦ ટકા બજાર બંધ હોય છે. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૨૨ તારીખ ના બંધ ના આદેશ ને કારણે તમામ રાજ્યો ના ટ્રાન્સપોર્ટ સેવા ના સાધનો બંધ રહેશે. જેમાં ઓટો રિક્ષા. ટેક્સી અને મ્યુનિસિપલ કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની બસ સેવા પણ બંધ રહેશે. રેલવે તંત્ર પણ પોતાની ૩૭૦૦ ત્રણ હજાર સાતસો જેટલી ટ્રેનો ને રદ કરવા ની જાહેરાત કરી છે.

નરેન્દ્ર મોદી ની આ જાહેરાત બાદ આજ ના દિવસ ની અલગ અલગ રાજ્ય શહેર ના વિસ્તાર દીઠ નાગરિકો ની ગતિવિધિ પર મોદી શાહ ના કહેવા મુજબ આરએસએસ અને લોકો પોતે એક રિપોર્ટ તૈયાર કરી નાખવાના છે કારણ કે આ બંધ ના એલાન બાદ નરેન્દ્ર મોદી સરકાર પોતે એ સર્વ પણ કરાવી રહી છે કે દેશમાં કેટલા લોકો તેમની આજ્ઞા નું પાલન કરે છે. હવે આ બંધ ના એલાન બાદ કોરોના વાયરસ ના દર્દીઓ કઈ સાજા થઇ જવાના તો નથી જ. અને જેમને કોરોના વાયરસ નો ચેપ લાગ્યો છે તે કેવી રીતે લાગ્યો છે તે વાત જાહેર છે કે ચીન મા છેક ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસ ની શરૂઆત થઈ ગઈ હતી અને સમગ્ર વિશ્વમાં આ વાત ની જાણ થઈ હતી અને તે પછી આખો જાન્યુઆરી મહિનો પણ એમને એમ વિતી ગયો હતો પણ ફેબ્રઆરી મા કોરોના વાયરસ નો ખતરો વધી ગયો હતો.

અને ફેબ્રુઆરી મહિનામાં જ ભારત સરકાર દ્વારા વિદેશો માં ભારત આવેલા તમામ પેસેન્જર નો ડોકટરી ટેસ્ટ કરવામાં આવ્યો હોત અને તેમને ફરજિયાત પણે પોતાના ઘર માં ૧૪ દિવસ સુધી ઘર ની અંદર રહેવા માટે સરકારે કાયદાકીય રીતે કહ્યું હોત કે તમારા ઘર પરિવાર ના સભ્યો ૧૪ દિવસ સુધી ઘર ની બહાર નીકળશે તો એપિ ડેમિક એકટ ૧૮૯૭ મુજબ તમારા પર પોલીસ વિભાગ કાયદેસર કાર્યવાહી કરશે તો. દેશના કોઈ પણ વિસ્તાર મા કોરોના વાયરસ નો ચેપ એક પણ વ્યક્તિ ને લાગ્યો ના હોત.

હવે જનતા કરફ્યુ ના એલાન બાદ સમગ્ર દેશમાં જે ૩૦/૪૦ કરોડ ગરીબ જનતા રોજ સવારે મજૂરી કામ ની તપાસ માટે નીકળે છે અને જે ૨૦૦/૫૦૦ રૂપિયા કમાઈ ને પોતાના ઝૂપડે પાછી આવે છે ત્યાર બાદ સાંજ ના સમયે તેમનો ચૂલો ચેત્યા પછી તેમની પેટ ની આગ બુઝાય છે તે તો પરિવાર સાથે ભૂખે મરશે. એક દિવસ ના અર્થ તંત્ર બંધ થવા ના કારણે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ને કરોડો રૂપિયા ની ટેક્સ ની આવક નું નુકસાન થશે અને આ ટેક્સ ની આવક માંથી પણ દેશ ની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશ મા સહેજે ૫૦૦૦ પાંચ હજાર જેટલા વેન્ટિલેટર મશીન ખરીદી શકાત. સત્ય હકીકત એ છે દેશ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા પણ સામાન્ય કહેવાતા ડિજિટલ x-ray કે સોનોગ્રાફી મશીન પણ સરકાર દ્વારા ખરીદવામાં આવ્યા નથી.

ઝેરી મેલેરીયા ડેન્ગ્યુ સ્વાઇન ફ્લુ ચિકન ગુનિયાના રોગી ઓ ના લોહી ના ટેસ્ટ પણ ખાનગી લેબોરેટરી ખાતે સરકાર ના મંત્રી અધિકારી અને ડોકટરો ની મિલી ભગત ના કારણે થઈ રહ્યા હોવાથી શહેરી વિસ્તારોમાં પણ પાન ના ગલ્લા અને શાક ભાજી ની લારીઓ ની જેમ પેથોલોજી લેબોરેટરી x-ray સોનોગ્રાફી . ની હાટડીઓ શરૂ થઇ ગઇ છે જેમાં ઘણા ખરા તો પૈસા ફેંકો અને મન ચાહે તેવા રિપોર્ટ મેળવો જેવા ગોરખ ધંધા શરૂ થઈ ચૂક્યા છે. આજે જનતા કરફ્યુ બાદ શું આવતી કાલ થી દેશમાં કોઈ ને પણ કોરોના વાયરસ નો ચેપ નહિ લાગે ?? નરેદ્ર મોદી દેશ ના ભોળા ભાલા નાગરિકો ને ભટકાવી રહી છે અને ઘણા મૂર્ખ લોકો તેમની વાતો સાથે કેમ સંમત થાય છે તે ખબર નથી પડતી.

દેશના કેટલાય રેલવે સ્ટેશન ઉપર ગઈ કાલે સવાર થી સાંજ સુધી ઉપડેલી દૂર અંતર ની ટ્રેનો આજે સવાર થી મોડી સાંજ સુધીમાં પોતાના છેલ્લા રેલવે સ્ટેશને પહોંચી જશે ત્યારે એવરેજ જોઈએ તો અમદાવાદ વડોદરા સુરત ખાતે આજે સવાર થી રાત સુધી મા સહેજે પણ ૨૦૦૦૦ વિસ હજાર જેટલા પેસેન્જર ઉતરશે ત્યારે કઈ તમામ નાગરિકો પાસે પોતાના વાહનો નહિ હોય અને તમામ નાગરિકો કઈ અમદાવાદ વડોદરા સુરત શહેર માં રહેતા ના હોય તે નાગરિકો રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ પોતાના ઘેર કેવી રીતે જશે?? તે લોકો શું ખાશે ?? તે લોકો મા સિનિયર સિટીઝન પેસેન્જર નું શું થશે ?? તેના માટે કઇ રાજ્યો ની સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના બંદોબસ્ત કરવામા આવ્યો છે કે તેમને પણ ભગવાન ભરોસે કોરોના વાયરસ ના દર્દી ની જેમ છોડી દેવામા આવશે.??

આવી તો ઘણી મુશ્કેલીઓ નાગરિકો ને થશે અને તેના કારણે પણ આજની તારીખે કેટલાય નિર્દોષ નાગરિકો બીમાર પડશે. તેમને મોત ના આવે તે બદલ હું પ્રાર્થના કરું છું પણ દુઃખ સાથે કહી રહ્યો છું કે વર્ષો થી સમાજ ની જે પરંપરા અને સુખ સગવડ ચાલતી આવે છે તેને આ બુદ્ધિ વગર ની વ્યક્તિ રહેશી નાખે છે તે ક્યારે સુધરશે કે ક્યારે અક્કલ આવશે ???

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: