દેશ અને દુનિયા માં મોદી ટ્રમ્પ ને જનતા ના મોત ની પરવાહ કેમ નથી

March 23, 2020
 838
દેશ અને દુનિયા માં મોદી ટ્રમ્પ ને જનતા ના મોત ની પરવાહ કેમ નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને એક તુક્કો સૂઝ્યો કે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસ નો ખતરો ભલે ભારત માં રહે પણ હું તો રાજકીય ચાલ ચાલી લઉં અને ટીવી પર એક તુક્કો કહી દીધો તેમને કોરોના વાયરસ ના ખતરા ને સિરિયસ લીધો હોત તો અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને ભારત મા હરવા ફરવા નમસ્તે ટ્રમ્પ ના ફાલતુ કાર્યક્રમ માટે અમદાવાદ શહેર માં નવા બનેલા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નાટક કરવા માટે આમંત્રણ આપ્યું જ ન હોત.

ગઈ કાલે જ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર માછલાં ધોવાયાં છે કે અમેરિકા ની જાસૂસી એજન્સી cia દ્વારા અમેરિકા મા કોરોના વાયરસ ના ચેપ ને લઈને સ્થિતિ બગડશે તે કહેવામાં આવ્યું હતું છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ સમાચાર સાંભળ્યા બાદ બીજા કાને થી બહાર કાઢી નાખી ને ભારત દેશ ની મુલાકાત લેવામાં આવી હતી . ભારત દેશ મા પણ નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ વ્યક્તિ અજિત ડોભાલ પણ નરેન્દ્ર મોદીની હા મા હા પાડી ને કોરોના વાયરસ ના ચેપ ખતરા અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત કરતા ડરે છે કારણ કે તેમને પોતાના પદ અને પરિવાર ની ચિંતા છે દેશ ની હોત તો નરેન્દ્ર મોદીની કેટલીય ખોટી નીતિઓ ને તેમને રોકી દેવામાં સફળતા મેળવી હોત.

ગયા જાન્યુઆરી મહિનામાં જ સમગ્ર વિશ્વ ના તમામ દેશો ને ખબર પડી ગઈ હતી કે વાયા વાયા ચીન થી આવેલા મુસાફરો દ્વારા જ કોરોના વાયરસ નો ખતરો અને ચેપ આપણા દેશમાં આવવાનો જ છે છતાં પણ વિશ્વ ના તમામ દેશો દ્વારા ચીન ની મુલાકાત લઈ ને આવેલા પોતાના દેશના નાગરિકો અને અન્ય વિદેશી નાગરિકો ને પોત પોતાના દેશો મા એર પોર્ટ થી સામાન્ય નાગરિકો ની જેમ આવવા દીધા અને કોરોના વાયરસ નો ફેલાવો વધવા માંડ્યો કારણ કે આ રોગ નો દર્દી એક છીંક ખાય હવામાં છોડે ત્યારે તેના ૩૦૦૦ ત્રણ હજાર જેટલા ના નરી આંખે ના દેખાય તેવા ડ્રોપ આસપાસ ઉડે છે અને જે લોકો ના શરીર પર કપડાં પર આ કોરોના વાયરસ ના ડ્રોપ પડ્યા બાદ લગભગ તે ૮/૧૦ કલાક સુધી જીવિત રહી ને તેની અસર બતાવી ને જે તે વ્યક્તિ એના સંપર્ક માં આવે ત્યાં સુધી ફેલાય છે

આ વાત સંપૂર્ણ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણતા હોવા છતાં પણ અજાણ રહ્યા હતા આ ખૂબ મોટી ગંભીર ભૂલ તેમને કરી છે અને આ ભૂલ કર્યા બાદ પણ ટીવી પર આવી ને માત્ર ૧૪ કલાક સુધમાં જનતા કરફ્યુ ની વાત કરી ને કોઈ પણ પ્રકારની સરકારી સહાય કે દવા કે અનાજ કઠોળ કરિયાણું જેવી વસ્તુ ઓ ની સહાય યોજના કે રોકડ સહાય નાગરિકો ને આપવાની કોઈ વાત જ ન કરી ને દેવાળિયા વ્યક્તિ ની જેમ હાથ અધ્ધર કરી દીધા છે. તે નરેન્દ્ર મોદી ને ૧૩૦: કરોડ જનતા ના વડા પ્રધાન તરીકે શોભે નહી પણ શું કરીએ માત્ર અને માત્ર ભાષણ આપવા અને વિપક્ષ ને બદનામ કરવા સિવાય તેમને કશું આવડતું જ નથી. આજે દુનીયા માં ચીન અમેરિકા ઉત્તર કોરિયા અને ભારત એમ 4 દેશના પ્રમુખ વડા પ્રધાન જૂના નેતા હિટલર ને પણ ટપી જાય તેવો અહંકારી સત્તા હાંસલ કરવા વાળા ઓ ના રાજ મા વિશ્વ ની ૩૦૦ કરોડ થી વધુ જનતા ફફડી રહી છે ડરી રહી છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: