૨૨ ની સાંજે રોડ પર સામૂહિક આવેલા નેતા સરકારી અધિકારીઓ અને જનતા ને જોઈ દુઃખ થાય છે

March 23, 2020
 410
૨૨ ની સાંજે રોડ પર સામૂહિક આવેલા નેતા સરકારી અધિકારીઓ અને જનતા ને જોઈ દુઃખ થાય છે

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પોતાને વિશ્વ ના સૌથી વધારે શક્તિ શાળી નેતા તરીકે ચમકાવવા માટે ટીવી પર ગુરુવારે આવીને એલાન કરી દીધું હતું કે ૨૨ તારીખે રવિવારે સમગ્ર દેશ ની જનતા સવારે 7 થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ પાળે અને તંત્ર ના ને બિરદાવવા માટે પોત પોતાના ઘરો માં થાળી વગાડે તાળીઓ પાડે ઘંટડી વગા ડે.. નરેન્દ્ર મોદી પોતે વિશ્વ ને બતાવવા માટે જ આ નાટક કરવા માંગતા હતા પણ ભગવાન ને મંજુર નહિ હોય અને નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ મોટાભાઈ એ વાત રાજકીય રીતે સહન કરવા માટે તૈયાર નહિ હોય તેથી સમગ્ર દેશમાં આખો દિવસ જનતા એ ઘર માં પુરાઈ રહેવા નું નક્કી કર્યું પણ નરેન્દ્ર મોદીના કહેવાતા ખાસ વિશ્વાસુ ને કદાચ આ મંજૂર નહિ હોય અને સમગ્ર દેશમાં સાંજે 5 વાગે દેશ ના શહેરી વિસ્તારોમાં જનતા થાળીઓ વગાડીને કે વગાડતા વગાડતા સામૂહિક રીતે ભેગી થવા માંડે.

ક્યાંક ભીડ દ્વારા ફટાકડા ફોડવા મા આવ્યા. રેલીઓ નીકળી ગઈ. જાણે ગરબા મહોત્સવ કે કોઈ વાર તહેવાર નો જલસો શરૂ થયો હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. ભારત દેશ મા શહેરી વિસ્તારોમાં ભકતો ને જાણે કોરોના વાયરસ ની કોઈ પણ પ્રકારની ફિકર ચિંતા ન હોય તેવી રીતે સેંકડો અને હજારો લોકો ની ભીડ ભેગી થઈ ગઈ હતી. સરકારે પણ 4 વ્યક્તિ થી વધુ લોકો ભેગા ન થાય તે માટે ૧૪૪ ની કલમ ની જાહેરાત કરી દીધી હતી પણ દેશ ની અમુક ભક્ત જનતા ને કાયદો પાળવો જ નથી તેવી વાતો કરી રહ્યા છે અને તેમાં દુઃખ ની વાત એ છે કે કર્ણાટક રાજ્યના ના ગવર્નર વજુભાઈ વાળા પણ સામૂહિક રીતે ટોળું અને ભીડ ભેગી કરી ને થાળી વગાડતા કેમેરા મા કેદ થઈ ગયા છે

વધારામાં એક એવો વિડિયો વાયરલ પણ થયો છે કે પીલીભીત જિલ્લા ના મોટા બે જવાબદાર અધિકારીઓ કે કે એક જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષાના છે અને એક કલેકટર કક્ષાના છે આ બન્ને વ્યક્તિ પણ મોટું ટોળુ એકઠુ કરીને સામૂહિક રીતે રોડ રસ્તા પર ૧૪૪ ની કલમ નો ભંગ કરતા નજરે પડ્યા છે ત્યારે દિલ માં ખુબ દર્દ થાય છે કે હંમેશા માટે ગંદી રાજનીતિ કરતા રહેતા નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ કે એક રાજ્ય ના રાજ્યપાલ અને તેમના પછી આવતા પહેલી હરોળ મા આવતા આઇએએસ કે આઇપીએસ અધિકારી ઓ પણ એટલાં બધાં બેજવાબદાર છે કે તેમને દેશના નાગરિકો ની કોઈ પણ પ્રકારની ફિકર ચિંતા નથી અને આ લોકો જ કાયદા નો ડર રાખ્યા વિના માત્ર અને માત્ર દેશ ના બંધારણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જ વફાદાર થઈને રહીને દેશ ને બરબાદ કરી ને ખુબ મોટું નુકસાન કરી રહ્યા છે

ત્યારે શહેરની વિસ્તારો મા રહેતો હાઈ ફાઇ સભ્ય સમાજ નો અમુક વર્ગ પણ દેશ ની ગંભીર સમસ્યા ને ભૂલી જઈને મોદી એ બતાવેલી નાટક બાજી મા પોતાનો ટાઈમ અને તંદુરસ્તી બગાડી રહ્યો છે ત્યારે મને પારાવાર વેદના થાય છે પણ શું કરું નરેન્દ્ર મોદી એ દેશમાં કેટલાય લોકો ને ઘેટાં બકરાં જેવા બનાવો દીધા છે જેમાં સરકારી તંત્ર ના અધિકારીઓ પણ ચંપલુશી કરી રહ્યા છે અને દેશ ને તબાહ કરી રહ્યા છે

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: