કોરોના વાયરસ : પઠાણ બ્રધર્સે દાન કર્યા ૪૦૦૦ માસ્ક

March 24, 2020
 109
કોરોના વાયરસ : પઠાણ બ્રધર્સે દાન કર્યા ૪૦૦૦ માસ્ક

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ઈરફાન પઠાણ અને તેમના ભાઈ યુસુફ પઠાણે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે માનવતાવાદી આધાર પર ૪૦૦૦ માસ્ક દાન કર્યા છે. ભારત માટે ૨૯ ટેસ્ટ અને ૧૨૦ વનડે રમનાર ઈરફાન પઠાણે યુસુફ પઠાણને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, “સમાજ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

જે પણ લોકો આવું કરી શકે છે, કૃપિયા કરી આગળ વધો અને એક બીજાની મદદ કરો, પરંતુ ભીડ ભેગી થવા દેશો નહીં. આ એક નાની શરૂઆત છે આશા છે કે, અમે વધુ મદદ કરતા રહીશું, પરંતુ ભીડ ભેગી થવા દેશો નહીં. આ એક નાની શરૂઆત છે આશા છે કે, અમે વધુ મદદ કરતા રહીશું.”

ઈરફાન પઠાણે તેની સાથે એક વિડીયો સંદેશમાં કહ્યું છે કે, તેમને અને તેમના ભાઈએ મહમૂદ ખાન પઠાણ ચેરિટેબલ ટ્રસ્ટના નામ પર માસ્ક ખરીદ્યા હતા. આ ટ્રસ્ટનું સંચાલન તેમના પિતા કરે છે, તેમને જણાવ્યું છે કે, આ માસ્કને વડોદરા સ્વાસ્થ્ય વિભાગમાં આપવામાં આવ્યા છે જે જરૂરીયાત લોકોને આપશે.

Share: