શ્રીલંકા ક્રિકેટે કોરાના વાયરસથી લડવા માટે સરકારને આપ્યા આટલા રૂપિયા

March 24, 2020
 150
શ્રીલંકા ક્રિકેટે કોરાના વાયરસથી લડવા માટે સરકારને આપ્યા આટલા રૂપિયા

શ્રીલંકા ક્રિકેટે ખતરનાક કોરોના વાયરસથી લડવા માટે પોતાની સરકારને અઢી કરોડ શ્રીલંકન રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોનાથી લડવા માટે અત્યાર સુધી આવી કોઈ જાહેરાત કરી નથી. એસએલસીએ આધિકારિક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, શ્રીલંકન સરકારને આ મદદ જલ્દી જ છોપવામાં આવશે. એસએલસીએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, “અમે અઢી કરોડ શ્રીલંકન રૂપિયા સરકારને આપવાનો નિર્ણય કર્યો છે જેથી તે કોરોના જેવી વેશ્વિક મહામારીથી લડી શકે. આ મદદ સરકારને જલ્દી જ છોપી દેવામાં આવશે.”

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ એસએલસીની આ મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે. એસએલસીએ પોતાની બધી ઘરેલું ટુર્નામેન્ટ આગામી સમય માટે સ્થગિત કરી દીધી છે અને ખેલાડીઓ તથા સ્ટાફને ઘરમાં રહેવા માટે કહ્યું છે. બીજી તરફ બીસીસીઆઈ તરફથી કોરોના લડવા માટે સરકારને કોઈ પણ રીતની મદદથી જાહેરાત કરવામાં આવી નથી. બીસીસીઆઈએ પોતાની પ્રમુખ ટુર્નામેન્ટ આઈપીએલને ૧૫ એપ્રિલ માટે સ્થગિત કરી દીધી છે અને બધી ઘરેલું ટુર્નામેન્ટ પણ સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ ભારતીય બોર્ડ અને દુનિયાના સૌથી અમીર ક્રિકેટરો તરફથી કોઈ પણ રીતની મદદની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ભારતીય ક્રિકેટરો સચિન તેંડુલકર, વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, મોહમ્મદ કૈફે લોકોથી ઘરમાં રહેવાનું અને સંકટના આ સમયે એક-બીજાનો સહયોગ કરવાની અપીલ કરી છે પરંતુ કોરોનાથી લડવા માટે કોઈ પણ પ્રકારની મદદથી ઓફર કરવામાં આવી નથી.

Share: