અમિત ચાવડા રજૂઆત કરે તે પહેલાં જ રાજ્યસભાની ચૂંટણી રદ.

March 24, 2020
 641
અમિત ચાવડા રજૂઆત કરે તે પહેલાં જ રાજ્યસભાની ચૂંટણી રદ.

દેશમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ચૂંટણી પંચે ૨૬મી માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી રદ કરી દીધી છે જેના પગલે ગુજરાતમાં ૪ બેઠકો માટે યોજાનારી કાંટે કી ટક્કર સમાન ચૂંટણી મુલતવી રહી છે.

રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા રાબેતા મુજબ રાખવી જોઇએ તેવી રજૂઆત કરવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર ચૂંટણીપંચને આજે મળવાનું હતું પણ તે પહેલાં જ કેન્દ્રીય ચૂંટણીપંચે દેશભરમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવા એલાન કરી દીધું છે. કેન્દ્રીય ચૂંટણીપંચ ૩૧મી માર્ચ બાદ રાજ્યસભાની ચૂંટણીઓની નવી તારીખો જાહેર કરશે. આમ, હાલ રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રખાઇ છે.

Share: