મધ્ય પ્રદેશના સીએમ તરીકે શિવરાજસિંહે ચોથી વાર શપથ લીધા, દિગ્વિજયસિંહે કહ્યું ભાજપે ધનબલ અને છલબલથી કમાન મેળવી

March 24, 2020
 662
મધ્ય પ્રદેશના સીએમ તરીકે શિવરાજસિંહે  ચોથી વાર શપથ લીધા, દિગ્વિજયસિંહે કહ્યું  ભાજપે ધનબલ અને છલબલથી કમાન મેળવી

મધ્ય પ્રદેશના સીએમ તરીકે શિવરાજસિંહ ચૌહાણે ચોથી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવરાજસિંહ ચૌહાણને રાજયપાલ લાલજી ટંડને રાજભવન ખાતે પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. શપથ ગ્રહણ બાદ ચૌહાણે જનતા કર્ફ્યુંની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોરોના વાયરસની રોકથામ માટે આગળ આવે. શપથ ગ્રહણ સમારોહમા વર્તમાન મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસથી ભાજપમા સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજસિંહ ચૌહાણને શુભેચ્છા આપી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને લખ્યું કે મધ્ય પ્રદેશમા ભાજપની સરકાર બનવા અને ચોથી વાર મુખ્યમંત્રી પદ સંભાળવા પર શિવરાજસિંહ ચૌહાણને હાર્દિક શુભકામના આપી. પ્રદેશના વિકાસ અને પ્રગતિ અને ઉન્નતીમાં સદેવ તમારી સાથે ઉભો છું. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં મધ્ય પ્રદેશ વિકાસના નવા આયામ સ્થાપિત કરશે.

જયારે બીજી તરફ શિવરાજસિંહના શપથ લેતાની સાથે જ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને કહ્યું કે મધ્ય પ્રદેશની જનતાએ જે મામા વિરુદ્ધ જનાદેશ આપ્યો હતો. જેમાં ભ્રષ્ટ શાસનને બદલવામા કોંગ્રેસમા વિશ્વાસ મુક્યો હતો. ભાજપે ધનબલ અને છલબલ થી પુનઃ કમાન મેળવી છે. જનતા બધું જોઈ રહી છે. સમય આવવા પર જનતા જવાબ આપશે.

ઉલ્લેખનીય છે કે, હાલ મધ્ય પ્રદેશમા કોંગ્રેસ સરકાર પાડવાનો શ્રેય પણ શિવરાજસિંહને જ જાય છે. મધ્ય પ્રદેશના ચાલેલા ૧૭ દિવસના રાજકીય ડ્રામાનો લાભ આખરે શિવરાજને જ થયો છે.જો મધ્ય પ્રદેશના ભાજપ સરકાર બનાવી લેશે તો તેને ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. બીજા રાજયની જેમ શિવરાજે પણ ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે જેની માટે તેમની પાસે પુરતી સંખ્યા હોવાનો દાવો કરવામા આવ્યો છે.

મધ્ય પ્રદેશ વિધાનસભામા કુલ ૨૩૦ બેઠકો છે. જેમાંથી બે બેઠક ધારાસભ્યના નિધનના લીધે ખાલી છે. જેમાં સિંધિયા સમર્થક ૨૨ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ૬ મંત્રી હતા. સ્પીકર એન.પી. પ્રજાપતિએ તમામના રાજીનામા સ્વીકાર કરી લીધા છે. આ રીતે હવે કુલ ૨૪ બેઠકો ખાલી પડી છે. જેની પર છ મહિના બાદ ચુંટણી યોજાશે. જયારે અત્યાર ભાજપ પાસે ૧૦૬ બેઠક છે અને ચાર અપક્ષ મદદ કરે તો તેની સંખ્યા ૧૧૦થી થાય છે.ભાજપને બહુમત માટે માત્ર ૧૦૩ બેઠકની જરૂર છે. જયારે કોંગ્રેસ પાસે ૯૯ બેઠક જ છે.

Share: