આજે સાંજે જયપુરથી પરત ફરશે કોંગ્રેસના ધારાસભ્યો..કારણ કે.

March 24, 2020
 622
આજે સાંજે જયપુરથી પરત ફરશે કોંગ્રેસના ધારાસભ્યો..કારણ કે.

કોરોનાનો કેર વધી રહ્યો છે ભારતમાં કોરોનાના લીધે અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે પરિણામે આખાય ગુજરાતને લોકડાઉન કરી દેવાયું છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યસભાની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહેતા કોંગ્રેસના ૫૮ ધારાસભ્યો રાજસ્થાનથી પરત આવી રહ્યા છે છેલ્લા ૧૦ દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો જયપુરની શિવવિલાસ રિસોર્ટ માં છે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, કોંગ્રેસના બધા ધારાસભ્યો કોરોના મુક્ત છે તેવું મેડિકલ સર્ટિફિકેટ લઈને આવશે. બધાય ધારાસભ્યોનું મેડિકલ ચેકઅપ કરાયું છે. આજે મોડી સાંજ સુધીમાં કોંગ્રેસના બધાય ધારાસભ્યો ગુજરાત પહોંચી રહ્યા છે.

Share: