પીએમ મોદી આજે ફરી કરશે દેશવાસીઓને સંબોધિત, આપશે કોરોના અંગેની જાણકારી

March 24, 2020
 649
પીએમ મોદી આજે ફરી  કરશે દેશવાસીઓને સંબોધિત, આપશે કોરોના અંગેની જાણકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના વધેલી રહેલા ફેલાવા દરમ્યાન આજે ફરી દેશવાસીઓ સંબોધિત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુંછે કે આજે રાત્રે ૮ વાગે વેશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપના સબંધમા કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે વહેંચીશ.દેશમા સોમવારે કોરોના પોઝીટીવ બે લોકોના મોત થયા છે. જેના લીધે મરનારાઓની સંખ્યા વધીને ૯ લોકોની થઈ છે. સોમવારે કોરોનાના ૯૫ નવા મામલા સામે આવ્યા છે. જેના લીધે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૭૧ થઈ છે. આ એક દિવસ આવેલા સૌથી વધારે કેસ છે.

જેના લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર સર્તક બની છે. દેશમા કોરોના વાયરસના ખતરાને લોકો હજુ નજર અંદાજ કરી રહ્યા છે. તેમજ લોકડાઉન બાદ પણ લોકો ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. જેના પગલે પંજાબ બાદ હવે મહારાષ્ટ્રમા પણ કરફયુની જાહેરાત કરવામા આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આની સાથે રાજયની સીમાઓને સીલ કરી દીધી છે. આ ઉપરાંત દરેક રાજયની સીમા પર પણ બંદોબસ્ત વધારી દેવામા આવ્યો છે.

આ દરમ્યાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ભારતમા કોરોના વિરુદ્ધ આક્રમક લડાઈ લડવામા આવી રહી છે. તેમજ તે ચાલુ રાખવામા આવે. કોરોના રોકથામ અંગે જણાવતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી નિર્દેશક માયકલ જે રેયાને કહ્યું કે ભારત ચીન જેવો ગીચ વસ્તી ધરાવતો દેશ છે. તેમજ તેનો ફેલાવો રોકવો જ એક માત્ર ઉપાય છે. તેથી ભારત આ અંગે જરૂરી તમામ પગલા સતત ચાલુ રાખવા જોઈએ.

Share: