રીલીઝ થયું સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગીલનું પ્રથમ સોન્ગ

March 24, 2020
 148
રીલીઝ થયું સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગીલનું પ્રથમ સોન્ગ

બીગ બોસ ૧૩ દરમિયાન શહેનાઝ ગીલ અને સિદ્ધાર્થ શુક્લાની કેમેસ્ટ્રી દરેકને પસંદ આવી હતી. આ શો દરમિયાન બંને માત્ર મિત્રો જ બન્યા નહોતા પરંતુ દિવસેને દિવસે બંને એકબીજાની નજીક આવતા ગયા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, શો સમાપ્ત થયા બાદ ચાહકો શહેનાઝ ગીલ અને સિદ્ધાર્થ શુકલાને કહેવા લાગ્યા કે, બંને જલ્દી જ લગ્ન કરી લેશે. સિદ્ધાર્થ શુકલા અને શહેનાઝ ગીલની લોકપ્રિયતાને કમાવવા માટે, ઘણી મ્યુઝીક કંપનીઓએ પણ તેમનાથી હાથ મેળવવાનો પ્રયત્ન કરી દીધો અને થોડા દિવસો પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, બંને જલ્દી જ ભૂલા દુંગા નામના મ્યુઝીક વિડીયોમાં જોવા મળવાના છે.

થોડા દિવસો પહેલા શહેનાઝ ગીલ અને સિદ્ધાર્થ શુક્લા સ્ટારર મ્યુઝીક વિડીયો ભૂલા દુંગાને રીલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી ઘણું શાનદાર જોવા મળી રહી છે. વિડીયોમાં બંનેની બોન્ડિંગને જોયા બાદ એ કહેવું ખોટું નથી કે, આ ગીત થોડા જ સમયમાં ટ્રેન્ડ પણ કરવા લાગશે.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા શહેનાઝ ગીલ અને સિદ્ધાર્થ શુક્લાને લઈને જલ્દી જ કોઈ નવો શો બનાવવાનો છે. એવામાં બની શકે છે, આવનારા દિવસોમાં તમે ફરીથી બંનેને પોતાની ટીવી સ્ક્રીન્સ પર જોઈ શકો છો.

કોરોના વાયરસ આઉટબ્રેકના કારણે મેકર્સે બીગ બોસ ૧૩ ને ટીવી પર ફરીથી રી-રન કરવાનો નિર્ણય લીધો છે. ગઈ રાતે જ આ શોના પ્રીમિયર એપિસોડને ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો.

Share: