રિલાયન્સ જિયોની મોટી જાહેરાત, વર્ક ફ્રોમ હોમ માટે નવા ગ્રાહકોને ફ્રીમાં મળશે બ્રોડબેન્ડ સર્વિસ

March 24, 2020
 227
રિલાયન્સ જિયોની મોટી જાહેરાત, વર્ક ફ્રોમ હોમ માટે નવા ગ્રાહકોને ફ્રીમાં મળશે બ્રોડબેન્ડ સર્વિસ

કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, એવામાં ખાનગી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ધરથી કામ કરવાનો આદેશ આપ્યો છે. જિયોએ વર્ક ફ્રોમ હોમ અંતર્ગત ઘરેથી કામ કરનાર લોકોની ઈન્ટરનેટની જરૂરતોને ધ્યાનમાં રાખતા મોટી જાહેરાત કરવામાં આવી છે.

રિલાયન્સ જિયોએ #CoronaHaaregaIndiaJeetega અભિયાન ચલાવ્યું છે તેના હેઠળ ગ્રાહકોને વિના મુલ્ય ઈન્ટરનેટની બેઝીક સુવિધાઓ મુહાયા કરવામાં આવશે. આ અભિયાન હેઠળ રિલાયન્સ જિયો પોતાના નવા ગ્રાહકોને ફીમાં ૧૦ એમબીપીએસની સ્પીડથી ઈન્ટરનેટ મુહાયા કરાવશે, પરંતુ આ સેવા માત્ર તેમના જ વિસ્તારમાં મળશે, જ્યાં જિઓ ફાઇબર સેવા પહેલેથી જ રહેલી છે.

ગ્રાહકોને મળશે ફ્રી સેવા, વર્તમાન ગ્રાહકોને મળશે ડબલ ડેટા

જિયોએ જણાવ્યું છે કે, રાઉટર માટે તમને સામાન્ય કિંમત ચુકવવી પડશે જોકે રિફંડેબલ રહેશે. ફ્રી સેવા તેમ છતાં માત્ર નવા ગ્રાહકો માટે જ છે. ત્યાના વર્તમાન ગ્રાહકોને કંપની ડબલ ડેટા ઓફર કરી રહી છે જેના હેઠળ વર્તમાન રિચાર્જ પર પહેલાની સરખામણીમાં ડબલ ડેટા યુઝર્સને મળશે.

ગ્રાહકોને ચુકવવા પડશે ૨૫૦૦ રૂપિયા

જિયોએ જણાવ્યું છે કે, વાઈ-ફાઈ રાઉટર માટે માત્ર ૨૫૦૦ રૂપિયા લેવામાં આવશે, જેમાંથી ૧૫૦૦ રૂપિયા રિફંડેબલ હશે. ધ્યાનમાં રહે કે, આ ફ્રી સેવા માત્ર નવા ગ્રાહકો માટે જ માન્ય છે.

Share: