નાણા મંત્રીની મોટી જાહેરાત, ત્રણ મહિના સુધી કોઈ પણ એટીએમથી નાણા ઉપાડી શકાશે, મીનીમમ બેલેન્સમાંથી પણ મુકિત

March 24, 2020
 862
નાણા મંત્રીની  મોટી જાહેરાત, ત્રણ મહિના સુધી કોઈ પણ એટીએમથી નાણા ઉપાડી શકાશે, મીનીમમ બેલેન્સમાંથી પણ મુકિત

દેશમા કોરોનાના ગંભીર સંકટને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સામાન્ય કરદાતા અને લોકોને રાહત મળે તેવી જાહેરાતો કરી છે. જેમાં તેમણે ઇન્કમટેકસ અને જીએસટી મામલે અનેક છુટછાટોની જાહેરાત કરી છે. જેમાં ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારીને ૩૦ જુન ૨૦૨૦ કરવામા આવી છે. તેમજ આ સમયગાળા દરમ્યાન લેટ ઇન્કમટેક્સ રીર્ટન પર વ્યાજ ૧૨ ટકાથી ઘટાડીને ૯ ટકા કર્યું છે. જયારે ટીડીએસ ભરવાની સમય સીમા નથી વધારી પરંતુ તેનું વ્યાજ ઘટાડીને ૧૮ ના બદલે ૯ ટકા કરી દીધું છે.

સરકારે પાંચ કરોડથી ઓછા ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે માર્ચ, એપ્રિલ અને મે ના જીએસટી રીટર્નની સમય મર્યાદા વધારીને ૩૦ એપ્રિલ કરી છે.

આ ઉપરાંત સરકારે આ મોટા નિર્ણય પણ જાહેર કર્યા છે.

૧. ત્રણ મહિના સુધી કોઈપણ બેંક એટીએમમાંથી નાણા ઉપાડી શકશે. કોઈ ટ્રાન્ઝેકશન ચાર્જ નહીં લાગે.

૨. ત્રણ મહિના સુધી મીનીમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂર નથી. કોઈ ચાર્જ નહીં કપાય

૩. ડીઝીટલ ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવામા આવ્યો છે.

૪. આની સાથે પાન અને આધારને લીંક કરવાની સમય સીમા ૩૦ જુન ૨૦૨૦ સુધી વધારવામા આવી છે.

૫. વિવાદથી વિશ્વાસ સ્કીમની સમયસીમા વધારીને સરકારે તેને ૩૦ જુન ૨૦૨૦ કરવાની જાહેરાત કરી છે.

૬. ૩૦ એપ્રિલના રોજ મેચ્યોર થતા ડીબેન્ચર ૩૦ જુન ૨૦૨૦ સુધી વધારવામા આવ્યા છે.

૭ . નવી કંપની બિઝનેસ શરૂ કરવા માટે વધુ ૬ માસ આપવામા આવશે.

૮ . એક કરોડની ડીફોલ્ટની સ્થિતિમા કંપનીના નાદારીની પ્રકિયાનો સામનો કરવો પડશે.

Share: