રદ થઈ શકે છે આઇપીએલ ૨૦૨૦, કિંગ્સ ઈલેવન પંજાબના માલિક નેસ વાડિયાનું આવ્યું મોટું નિવેદન

March 24, 2020
 140
રદ થઈ શકે છે આઇપીએલ ૨૦૨૦, કિંગ્સ ઈલેવન પંજાબના માલિક નેસ વાડિયાનું આવ્યું મોટું નિવેદન

પહેલાથી જ ૧૫ એપ્રિલ સુધી પ્રતિબંધિત આઈપીએલને લઈને અનિશ્વિતતા વધતી જોવા મળી રહી છે કેમકે બીસીસીઆઈએ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે નિર્ધારિત કોન્ફરન્સ કોલ સ્થગિત કરી દીધા છે. કોવિડ-૧૯ ના કારણે આ લીગના રદ થવાનો ખતરો પણ મંડરાયો રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણથી ૧૬૦૦૦ થી વધુ લોકોના મુત્યુ થઈ ચુક્યા છે જ્યારે ભારતમાં ૪૦૦ બાબત સામે આવી છે અને નવ લોકોના મુત્યુ થઈ ચુક્યા છે.

કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના સહ માલિક નેસ વાડિયાએ જણાવ્યું છે કે, “સૌથી પહેલા માનવતા છે. બાકી બધું પછી. જો પરીસ્થિતિ સુધરતી નથી તો આ વિશે વાત કરવાથી કોઈ ફાયદો નથી. આઈપીએલ નહીં થાય તો આ જ યોગ્ય છે. એક અન્ય ફ્રેન્ચાઈઝીના માલિકે કહ્યું છે કે, આ સમયે કંઈપણ વાત કરવાનો ફાયદો નથી. સંપૂર્ણ દેશમાં લોકડાઉન છે. અમારી સામે આઈપીએલથી પણ મહત્વના મુદ્દાઓ છે. આઠ ટીમોની આ લીગ ૨૯ માર્ચથી શરૂ થવાની હતી અને ૧૫ મી એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

વાડિયાએ આગળ જણાવ્યું છે કે, “હું આ સમયે આઈપીએલના વિશેમાં વિચાર પણ શકતો નથી. તે અપ્રાસંગિક બની ગઈ છે. સૌથી જરૂરી આ સમયની પરીસ્થિતિ છે. આ ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ છે જેમાં અમે આટલા બધા લોકોની મદદ માટે લડી રહ્યા છે. તેમને જણાવ્યું છે કે, “સરકારે કેટલાક કડક પગલા ભર્યા છે. અમે ઘણી વખત સરકારની આલોચના કરીએ છીએ પરંતુ સારા પગલાની પ્રસંશા થવી જોઈએ. ભારત જેવા મોટા દેશમાં બધી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. આ ઘણા મોટા અને સકારાત્મક પગલા છે.

Share: