વીરેન્દ્ર સહેવાગનો અનોખો અંદાજ, આવી રીતે લોકોને સામાજિક દુરી બનાવવાની આપી સલાહ

March 25, 2020
 147
વીરેન્દ્ર સહેવાગનો અનોખો અંદાજ, આવી રીતે લોકોને સામાજિક દુરી બનાવવાની આપી સલાહ

કોરોના વાયરસથી બચવા માટે સંપૂર્ણ ભારતને ૧૫ એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે કોરોનાવાયરસ દરમીયા મજાકિયા અંદાજમાં લોકોથી સામાજિક દુરી બનાવાનું કહ્યું છે. વીરેન્દ્ર સહેવાગે લોકોને સામાજિક દુરી બનાવવાનો સંદેશ આપવા માટે ટ્રકની પાછળ લખેલ ‘કીપ ડિસ્ટન્સ ઓકે’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

તેમને ટ્વીટર પર લખ્યું છે કે, “ટ્રકનું પાલન કરો. કોવિડ-૧૯.” વીરેન્દ્ર સહેવાગે આ અગાઉ જનતા કર્ફ્યું દરમિયાન એક વિડીયો શેર કર્યો હતો, જેની ખુબ પ્રસંશા થઈ હતી. જનતા કર્ફ્યું દરમિયાન વિરેન્દ્રા સહેવાગે પોતાના ટ્વીટરથી એક પ્રેરિત કરનાર વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં કચરો ઉપાડનાર એક વ્યક્તિ ઉભો થઈને તાળી વગાડી રહ્યો હતો.

વીરેન્દ્ર સહેવાગે લખ્યું હતું કે, “વાવ! નિશબ્દ...આપણી એકતા આપણને મુશ્કેલ સમયમાં સરળતાથી પસાર થવામાં મદદ કરી શકે છે અને કોવિડ-૧૯ ખુબ જ જલ્દી દુર થશે.”

ખુબ જ ગંભીર છે પરીસ્થિતિ

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે સંપૂર્ણ દુનિયામાં પરીસ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ૧૬ હજારથી વધુ લોકોને જીવ ગુમાવવો પડે છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસની ૫૧૯ બાબતો સામે આવી ચુકી છે. કોરોના વાયરસથી દેશમાં ૧૧ લોકોના મુત્યુ થઈ ગયા છે.

Share: