સીપીએલ પણ કોરોના વાયરસના કારણે થઈ શકે છે રદ

March 25, 2020
 152
સીપીએલ પણ કોરોના વાયરસના કારણે થઈ શકે છે રદ

કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) ના આયોજક-૧૯ ઓગસ્ટના ભૂતપૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ટુર્નામેન્ટ શરુ કરવા ઈચ્છે છે, પરંતુ કોવિડ-૧૯ મહામારીના કારણે અન્ય વિકલ્પ પણ ખુલ્લા રાખ્યા છે. સીપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટ ભૂતપૂર્વ કાર્યક્રમ અનુસાર ૧૯ ઓગસ્ટથી ૨૬ સપ્ટેમ્બરની વચ્ચે રમાવવાની છે.

સીપીએલે નિવેદનમાં જણાવ્યું છે કે, “સીપીએલે તાજેતરના અઠવાડિયામાં પોતાના ચિકિત્સા સલાહકારો સાથે સતત વાતચીત કરી રહી છે. તે દુનિયાભરમાં ક્રિકેટની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં તે ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝથી પણ વાત કરી રહી છે અને બધી ટુર્નામેન્ટને આગળ વધારવા પર કોઈ ચર્ચા થઇ નથી.”

કેરેબિયન દેશોમાં પણ કોરોના વાયરસની બાબત જોવા મળી છે, પરંતુ હજુ ત્યાની સ્થિતિ યુરોપીય દેશોની સરખામણીમાં ઘણી સારી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સીપીએલનું માનવું છે કે, આવી રીતના નિર્ણય લેવામાં ઉતાવળ થશે, પરંતુ સ્થિતિમાં સતત ફેરફાર આવી રહ્યો છે તથા અમે કેરેબિયન ક્ષેત્ર અને વિશ્વભરની ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “હજુ સીપીએલની ટીમ ટુર્નામેન્ટના ભૂતપૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શરુ થવા માટે યોજના બની રહી છે. તેની સાથે તે જરૂરત પડવા પર વેકલિપ્ક યોજનાઓ પર ધ્યાન આપી રહ્યા છે.

Share: