કોરોના વાયરસના કારણે ટીવી ઇન્ડસ્ટ્રીને થઈ શકે છે ૧૦૦ કરોડનું નુકસાન

March 25, 2020
 130
કોરોના વાયરસના કારણે ટીવી ઇન્ડસ્ટ્રીને થઈ શકે છે ૧૦૦ કરોડનું નુકસાન

કોરોના વાયરસનો આ દિવસોમાં સંપૂર્ણ દુનિયામાં ભય જોવા મળી રહ્યો છે અને તેના કારણે દરેક જગ્યાની ઈકોનોમી પ્રભાવિત થઈ રહી છે. જો ભારતની વાત કરીએ તો એવું કેવું પણ સેક્ટર વધ્યું નથી, જેમાં કોરોના વાયરસનો પ્રભાવ જોવા મળ્યો ના હોય. મનોરંજન ઇન્ડસ્ટ્રીથી જોડાયેલ લોકોનું માનવું છે કે, કોરોના વાયરસના કારણે લગભગ બોલીવુડને ૮૦૦ કરોડ રૂપિયાનો નુકસાન થયું છે, જે આવનારા દિવસોમાં વધી શકે છે. ટીવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સાંભળવા મળી રહ્યું છે કે, તેના પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી શકે છે, જેના કારણે તેને પણ ૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

મીડિયામાં સામે આવેલા સમાચાર અનુસાર, કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન કરી રાખ્યું છે, જેના કારણે મુંબઈના રસ્તાઓ પર કોઈ વ્યક્તિ જોવા મળી રહ્યું નથી. આ લોકડાઉનના કારણે ટીવી ઇન્ડસ્ટ્રી પર ખુબ માઠી અસર પહોંચી છે અને તેમના કામકાજ બંધ હોવાના કારણે બે અઠવાડિયામાં ૧૦૦ કરોડનું નુકસાન થવાની શક્યતા છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, બીએમસી અને મુંબઈ પોલીસે બધા પ્રોડક્શન હાઉસને લોકડાઉન સુધી શુટિંગ બંધ કરવાનું કહ્યું છે. જો પરીસ્થિતિમાં લોકડાઉન બાદ પણ સુધારો થતો નથી તો શુટિંગ બંધ રાખવાની સમય-સીમા આગળ વધારવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, મોટા પ્રોડક્શન હાઉસ પોત-પોતાના ટીવી શોના અમુક એપિસોડ પહેલાથી જ શૂટ કરી રાખે છે પરંતુ આ પહેલા શુટિંગ પણ એટલું પણ નથી હોતું કે, ૨૦-૨૫ દિવસ સુધી ચાલે. આથી બધા પ્રોડક્શન હાઉસ રીપીટ ટેલીકાસ્ટ કરવાનો વિચાર કરી રહી છે. કલર્સ ચેનલે તો બીગ બોસ ૧૩ થી તેની શરૂઆત પણ કરી દીધી છે. એવામાં કહી શકાઈ કે, આવનારા દિવસોમાં દર્શકોને ટીવી પર રીપીટ ટેલીકાસ્ટ જોવા મળી શકે છે.

Share: