કોરોના વાયરસને લઈને રાહુલ ગાંધીનો પીએમ પર હુમલો, કહ્યું હું દુઃખી છું, આ ખતરાને રોકી શકાય તેમ હતો

March 25, 2020
 645
કોરોના વાયરસને લઈને રાહુલ ગાંધીનો પીએમ પર હુમલો, કહ્યું હું  દુઃખી છું, આ ખતરાને રોકી શકાય તેમ હતો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની કોરોના સામે લડવાની તૈયારીઓ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે આ વાયરસને શરૂઆતથી ગંભીરતાથી લેવાની જરૂર હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું દુઃખી અનુભવ કરી રહ્યો છું . કારણ કે આને સંપૂર્ણ રીતે ટાળી શકાય તેમ હતો. અમારી પાસે તૈયારીનો સમય હતો. આ ખતરાને વધુ ગંભીરતાથી લેવો જોઈતો હતો અને વધુ સારી રીતે તેની તૈયારી કરી શકાય તેમ હતી.

આ પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદી પર હુમલો કરતા જણાવ્યું છે કે દેશના કોરોના વાયરસનું સંકટ હોવા છતાં ૧૯ માર્ચ સુધી માસ્ક અને વેન્ટીલેટરના નિકાસની મંજુરી કેમ આપવામાં આવી હતી. તેમજ આ બધું કોના ઈશારા પર કરવામા આવ્યું હતું શું તેમાં કોઈ ગુનાહિત ષડયંત્ર તો નથીને.રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ' આદરણીય પ્રધાનમંત્રી, ડબ્લ્યુએચઓની સલાહ ૧. વેન્ટીલેટર ૨. સર્જીકલ માસ્ક નો પૂરતા જથ્થાના સ્ટોક રાખવો તે ઉપરાંત ભારત સરકારે ૧૯ માર્ચ સુધી આ વસ્તુઓની નિકાસની મંજુરી કેમ આપી. આ ખેલવાડ કોના ઈશારા પર થયો છે. શું આ કોઈ અપરાધિક ષડયંત્ર તો નથીને.

હાલ દેશમા ફેલાયેલા કોરોના વાયરસની દહેશતના પગલે બજારના માસ્ક અને વેન્ટીલેટરની અછત ઉભી થઈ છે. તેમજ વેપારીઓએ પણ અછતના નામે માસ્ક અને વેન્ટીલેટરની કાળાબજારી પણ શરુ કરી છે. જેના લીધે લોકોને ઉંચી કિંમતે હલકી ગુણવત્તાના માસ્ક ખરીદવાની ફરજ પડી રહી છે.

Share: