ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસીએ કોરાના વાયરસથી લડવા માટે ૮૨ કરોડ રૂપિયાનું આપ્યું દાન

March 29, 2020
 237
ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસીએ કોરાના વાયરસથી લડવા માટે ૮૨ કરોડ રૂપિયાનું આપ્યું દાન

સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સિલોનાના સ્ટાર ફોરવર્ડ લિયોનલ મેસી અને માન્ચેસ્ટર સીટીના મેનેજર પેપ ગોર્ડીઓલાએ કોરોના વાયરસથી લડવા માટે દસ લાખ યુરો એટલે લગભગ ૮ કરોડ ૨૫ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

આર્જેન્ટીનાના આ ખેલાડીની રકમને બાર્સિલોનામાં હોસ્પિટલ કલીનીક અને ઘરેલું દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ કરવામાં આવશે.

હોસ્પિટલ ક્લીનીકે ટ્વીટર પર લખ્યું છે કે, “લિયો મેસીએ ક્લીનીકને કોરોના વાયરસથી લડવા માટે મદદ કરી છે. તમારી પ્રતિબદ્ધતા અને મદદ માટે આભાર, લિયો.’

બાર્સિલોનાના ભૂતપૂર્વ ખેલાડી અને મેનેજર રહેલા ગોર્ડીઓલાએ પણ આટલી જ રકમ દાન કરી છે. તેમને એન્જેલ સોલર ડેનિયલ ફાઉન્ડેશન અને બાર્સિલોના મેડીકલ કોલેજ દ્વ્રારા લોન્ચ કરવામાં આવેલ કેમ્પનમાં આ નાણાં આપ્યા છે.

ઇટલી બાદ યુરોપમાં સ્પેન પર કોરોના વાયરસનો કહેર સૌથી વધુ વધ્યો છે. અહીં લગભગ ૨૭૦૦ લોકો પોતાની જીવન ગુમાવી ચુક્યા છે અને ૪૦ હજારથી વધુ પોઝોટીવ કેસ સામે આવ્યા છે.

Share: