મહારાષ્ટ્રમા દેશમા સૌથી વધારે કોરોના પોઝીટીવ કેસ, આંકડો ૧૧૬ એ પહોંચ્યો

March 25, 2020
 596
મહારાષ્ટ્રમા દેશમા સૌથી વધારે કોરોના પોઝીટીવ કેસ,  આંકડો ૧૧૬ એ પહોંચ્યો

મહારાષ્ટ્રમા મંગળવાર રાતથી અત્યાર સુધી કોરોનાના ચાર પોઝીટીવ કેસ મળી આવ્યા છે. જેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૧૬ ની થઈ છે. આ સમગ્ર દેશમા કોઈ પણ રાજ્ય કરતા સૌથી વધારે કેસ છે.

કોરોના વાયરસના ચાર લોકોના સંક્રમણ બાદ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે મહારાષ્ટ્રના હાલ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૧૧૬ ની છે. જેમાં સાંગલીમા એક જ પરિવારના ૫ લોકોની અને મુંબઈના ૪ લોકોની યાત્રાનો ઈતિહાસ જાણી શકાયો છે.અધિકારીઓએ જણાવ્યું કે નવા કેસ સાંગલી જીલ્લામા મળ્યા હતા જ્યાં એક જ પરિવારના પાંચ લોકો પોઝીટીવ મળ્યા હતા. તેમજ અમે હાલ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ પાંચ લોકો ભારતમા જ હતા કે બહાર ગયા હતા. રાજ્યમા ૧૦ નવા કેસ મંગળવારે અને પાંચ નવા કેસ આજે માલુમ થયા છે.

આ દરમ્યાન મહારાષ્ટ્રમાં ધામધુમથી મનાવાતા ગુડી પડવાનું પર્વ સાદાઈથી મનાવવામા આવ્યું હતું. લોકો દેશવ્યાપી લોકડાઉન અને મહારાષ્ટ્રમા કર્ફ્યુંના લીધે ઘરમાં જ બંધ છે.જેમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ગુડી પડવામા સામાન્ય રીતે ઢોલ અને અન્ય વાજીત્રો વગાડતા દ્રશ્યો હોય છે. પરંતુ આજે આપણે શાંત રહીશું. આ સંકટ ખત્મ થયા બાદ જશ્ન મનાવીશું. ગુડી પડવો ચૈત્ર માસનો પ્રથમ દિવસ છે.તેમજ હિંદુ કેલેન્ડર મુજબ આજથી નવવર્ષનો પ્રારંભ થાય છે.

જો કે પોલીસે બજાર અને રોડ પર ભીડ ઓછી કરવા માટે પૂરતા બંદોબસ્ત ગોઠવ્યા છે. લોકડાઉન દરમ્યાન લોકો માસ્ક પહેરીને સવારે ચાલવા નીકળ્યા હતા.

Share: