કોરોના વાયરસ : પીએમ મોદીએ બોલાવી કેબીનેટની બેઠક, લોક ડાઉનની પરિસ્થિતિની સમીક્ષા કરી

March 25, 2020
 613
કોરોના વાયરસ : પીએમ મોદીએ બોલાવી કેબીનેટની બેઠક,  લોક ડાઉનની  પરિસ્થિતિની સમીક્ષા કરી

કોરોના વાયરસને લઈને દેશભરના ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત બાદ આજે પીએમ મોદીએ બુધવારે તેમના નિવાસ સ્થાને કેબીનેટની બેઠક બોલાવી હતી. આ બેઠક કોરોનાના ફેલાવાના રોકવાના ઉપાયો અને તેની તૈયારી અંગે સમીક્ષા કરવામા આવી હતી. સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન લોકોએ જીવન જરૂરી વસ્તુઓ કેવી રીતે મળી રહે તે અંગે બેઠકમા સમીક્ષા કરવામા આવી હતી.

દેશમા સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત બાદ લોકો ઘરમાંથી નીકળ્યા હતા અને દુકાનો પર ભારે ભીડ થઈ હતી. તેની બાદ કેન્દ્ર સરકારે કહ્યું કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળતી રહેશે ગભરાવવાની જરૂર નથી.

આ બેઠક મંત્રીમંડળના તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેમાં અત્યાર સુધી ૧૦ લોકોના મોત થયા છે. જયારે કોરોના પોઝીટીવ લોકોની સંખ્યા ૫૫૦ થી ઉપર પહોંચી છે. જેના પગલે ગત રાતથી જ દેશમા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામા આવી હતી.

દેશમા સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે પીએમ મોદી સમગ્ર દેશને મંગળવાર રાત્રે ૧૨ વાગેથી ૨૧ દિવસ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તેમણે દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે વિશ્વ ભરના અનુભવથી જાણવા મળ્યું છે કે કોરોના વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય લોકોથી દુરી બનાવી રાખવાનો છે. જેના લીધે હું આજે તમારા ત્રણ સપ્તાહ લેવા આવ્યો છે. જે દરમ્યાન તમારે ઘરમાં જ રહીને સરકારને મદદ કરવાની છે.

પીએમ મોદીએ જણાવ્યું કે કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે.ભારત સરકાર તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ કડક કરવી, જાહેરજનતા માટે માર્ગદર્શિકા બહાર પાડવી, ક્વૉરેન્ટાઇન સુવિધા ઉભી કરવી, વાયરસ દ્વારા અસરગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વિવિધ સામાજિક અંતરના પગલાંથી શરૂઆત કરીને આ બીમારીને નિયંત્રણમાં લેવા માટે સક્રીય, સુરક્ષાત્મક અને શમનકારી પગલાં લઇ રહી છે. આ વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. સરકારે મેટ્રો અને રેલવે સેવાઓ તેમજ ઘરેલું એર ટ્રાફિકને હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Share: