કોરોના વાયરસ : ઓપ્પો, રિયલમી અને વિવોએ ભારતમાં બંધ કર્યા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ

March 25, 2020
 189
કોરોના વાયરસ : ઓપ્પો, રિયલમી અને વિવોએ ભારતમાં બંધ કર્યા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ ઓપ્પો અને વિવોએ ગ્રેટર નોઈડામાં આવેલ પોતાના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ અસ્થાઈ રૂપથી બંધ કરી દીધો છે. તેના સિવાય ઓપ્પો અને વિવોએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે વાત રિયલમીની કરવામાં આવે તો તેને પણ પોતાની ફેક્ટરીમાં ચાલી રહેલા કામકાજ પર રોક લગાવી દીધી છે.

કાલે એટલે ૨૪ માર્ચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ માટે દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી, જેને ધ્યાનમાં રાખી ટેકનોલોજી કંપનીઓ મોટા પગલા ભરી રહી છે.

તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે આ લોકડાઉનને ધ્યાનમાં રાખતા શાઓમીએ પણ પોતાના એમઆઈ હોમ્સને અસ્થાઈ રૂપથી બંધ કરી દીધો છે. આ વાતની જાણકારી કંપનીના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈને પોતાના આધિકારિક ટ્વીટર એકાઉન્ટ દ્વ્રારા આપી હતી. તેમને ટ્વીટમાં લખ્યું હતું કે, આ સ્થિતિને ધ્યાનમાં રાખી અમે આ પગલું ભર્યું છે, જેનાથી સરકારને કોરોના વાયરસ રોકવામાં મદદ મળશે.

Share: