૨૧ દિવસ લોકડાઉન કરફ્યુ જેવો પગલાં થી ભય સ્થાનો દૂર નહી થાય. ઉલ માંથી ચુલ મા પણ પડી શકાય

March 25, 2020
 825
૨૧ દિવસ લોકડાઉન કરફ્યુ જેવો પગલાં થી ભય સ્થાનો દૂર નહી થાય. ઉલ માંથી ચુલ મા પણ પડી શકાય

ગઈ કાલે સાંજે 8 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર આવવા માટે બહાનું શોધી લીધું હતું અને સમગ્ર દેશમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર સાંજે 8 વાગે દેશ ને સંદેશ આપશે જનતા મા અલગ અલગ વિચાર આવવા લાગ્યા હતા કે હવે નરેન્દ્ર મોદી થાળી કે તાળીઓ ની જગ્યાએ બીજું કંઈ વગાડવાનું કહેશે કે શું ?? કોઈ એમ પણ કહી રહ્યા હતા કે દેશમાં ઇમરજન્સી કટો કટી જાહેર કરવામાં પાં આવી શકે છે અને કદાચ જે લોકો ની સરકારી બેંકો મા મોટી ફિક્સ ડિપોઝિટ પડી છે તે પણ સરકાર પુરે પુરી ઉપાડવા નહિ દે. દરેક વ્યક્તિ અલગ અલગ કહી રહી હતી પણ ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની ખુબ જ કંટાળા જનક વાતો મા ૨૭/૨૮ મિનિટ નીકળી ગઈ તેમને ગઈ કાલે રાત્રે ૧૨ વાગ્યા થી બીજા ૨૧ દિવસ સમગ્ર દેશમાં લોક ડાઉન ની વાત કરી હતી આ વાત તો ગઈ કાલે બપોર બાદ સરકારી પ્રવકતા પણ કરી શક્યા હોત.૨૧ દિવસ ના લોક ડાઉન મા દેશમાં લગભગ ૩૦/૪૦ કરોડ અને કદાચ તેનાથી પણ વધારે જનતા એવી છે કે જે ગરીબ છે અને તે લોકો રોજ મજૂરી કામ કરી ને રોજ ખાય છે તે લોકો નું શું થશે ??

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગરીબો ને પણ વધારે તકલીફ પડશે પણ તેનાથી આગળ કશું બોલ્યા નથી માત્ર અને માત્ર તેમને ટીવી પર હાથ જોડી ને જનતા ને વિનંતી કરી કહ્યું છે કે કોઈ પણ લોકો ઘર ની બહાર ના નીકળે. પણ નરેન્દ્ર મોદી એ બીજો કોઇ પણ પ્રકાર નો વિચાર કર્યો નથી. કેમ કે સુખી જનતા ને પણ દરરોજ કે ૨/૩ દિવસે સવારે બપોરે કે સાંજે દૂધ શાકભાજી લેવા તો જવું જ પડે અને અમુક લોકો ને પણ પોતાની આર્થિક હાલત મુજબ જ્યારે તેમની પાસે રૂપિયા આવે ત્યારે જ અનાજ કઠોળ શાકભાજી કરિયાણું લેવા જવુ જ પડે અને કદાચ કોરોના વાયરસ થી પીડાતો એક દર્દી ભલે એક વ્યક્તિ કે અલગ અલગ મકાનો મા રહેતા ૨/૪ વ્યક્તિ ના સંપર્ક માં આવે તો પણ ઘરની બહાર નીકળનાર વ્યક્તિ ને ચેપ લાગે જ અને પોતાને સેફ સમજનાર જે તે વ્યક્તિ પોતાના સમગ્ર પરિવાર ને કોરોના વાયરસ નો ચેપ આપી શકે છે.

કારણ કે દૂધ શાકભાજી બેંક વીમા કંપની કે દવાની દુકાન તેમજ પેથોલોજી લેબોરેટરીમાં દર ૫/૧૦ પરિવાર મા થી કોઈ ને કોઈ એક બે વ્યક્તિ ગમે તે એક જગ્યાએ તો જવાના જ છે જ્યારે બીજી તરફ રોડ રસ્તા પર પોલીસ વિભાગ દ્વારા એકલ દોકલ કોઈ કામ થી નીકળેલા યુવાઓ ને મારવામાં અસંખ્ય વિડિયો સંદેશ સમાજ મા સામે આવ્યા છે અને જ્યારે ઘર પરિવાર ના સિનિયર સિટીઝન લોકો જે તે યુવાઓ ને કોઈ કામથી બહાર બેંક દવા ની દુકાન કે બીજે મોકલે તો પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવે છે તે ખોટું કહેવાય. ગરીબો ની કોઈ પણ સરકાર દ્વારા ફિકર ચિંતા વ્યક્ત કરવા મા નથી આવતી. દેશના ૩૦/૪૦ કરોડ જેટલા ગરીબો શું ખાશે?? અને શહેરી વિસ્તારોમાં રહેતા લગભગ ૧૫ કરોડ જેટલા લોકો જે રોડ રસ્તા કે ઝુંપડા મા રહે છે તેમને પીવાનું પાણી પણ ક્યાંક આસપાસ ના વિસ્તારો માં થી ઉંચકી ને લાવવું પડે છે તેમને કે તેમના નાના નાના બાળકો ની સરકાર દ્વારા ચિંતા વ્યક્ત નથી કરાઈ.૨૨ તારીખ ના રોજ જે લોકો કોઈ મોટા શહેરો કે એર પોર્ટ પર ફસાઈ ગયા છે તે સંખ્યા પણ ગણવામાં આવે તો લાખો જેટલી છે તેમને ઘેર પહોંચાડવા માટે જે તે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં ભરવા જોઇએ જ મુંબઈ ખાતે ૨૧/૨૨ માર્ચ ના રોજ દવા કરાવવા કે કોઈ સામાજિક પ્રસંગો મા આવેલા હજારો લોકો અગાઉ થી ૨૨ તારીખ ની રેલવે રિઝર્વેશન ટિકિટ ખરીદી ને ટ્રેન કેન્સલ થવાના કારણે ફસાઈ ગયા છે તેમને મહારાષ્ટ્ર સરકારે પણ યોગ્ય મદદ કરી ને મહારાષ્ટ્ર ની બોર્ડર પાર કરાવવી ને આગળ મૂકવા જોઈએ.

મારા માનવા મુજબ કદાચ આવતા ૫/૭ દિવસ પછી ભૂખે મરતા અમુક લોકો કાયદા કાનૂન ની ચિંતા કર્યા વગર પોતાના પરિવાર ને ભૂખે મરતા ન જોઈ શકે તેથી ચોરી કે લૂંટ પણ કરી શકે છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ ના લોક ડાઉન ની જાહેરાત કરતા પહેલા બીજા પાસા વિચારવાની જરૂર હતી. પણ મારા મતે નોટ બંદી જીએસટી બાદ આ આઈડિયા પણ જોઈએ તેટલો સફળ નહિ રહે. કારણ કે ૩૦/૪૦ કરોડ જનતા ની રોજી રોટી અને પેટ ની ભૂખ નો સવાલ છે નરેન્દ્ર મોદી જી

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: