કોરોનાની સારવાર માટે કોંગ્રેસના ધારાસભ્યોએ ૧૦-૧૦ લાખ ફાળવ્યા.

March 25, 2020
 592
કોરોનાની સારવાર માટે કોંગ્રેસના ધારાસભ્યોએ ૧૦-૧૦ લાખ ફાળવ્યા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ૬૮ ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં કોરોના વાયરસની મહામારી વિરુદ્ધની લડાઈમાં એક થઈને કામ કરી કોરોનાને પરાસ્ત કરીએ એ માટે ધારાસભ્યશ્રીઓએ રૂપિયા ૧૦-૧૦ લાખની રકમ ફાળવેલ છે અને જે અંતર્ગત કલેક્ટરશ્રીને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

કોરોના વાયરસની મહામારી સામે લડવા કોંગ્રેસ પક્ષ નાં ૬૮ ધારાસભ્યોશ્રીઓએ જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંસાધનો માટે તાત્કાલિક ૧૦ -૧૦ લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો .જનતા માટે કામગીરી કરવા કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યો સ્થાનિક પ્રાથમિક -સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તાત્કાલિક જિલ્લા કલેક્ટરશ્રીને વ્યવસ્થા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે.

Share: