ગુજરાત કોંગ્રેસ ગુજરાતીઓના વ્હારે..

March 25, 2020
 649
ગુજરાત કોંગ્રેસ ગુજરાતીઓના વ્હારે..

ગુજરાતમાં કોનાના કેસ વધી રહ્યા છે તેમાંય ચિંતાની વાત એ છે કે, હવે તો સ્થાનિક સંપર્કને કારણે કેસો વધવા માંડ્યા છે જે ખૂબ જોખમી છે. જેના કારણે કેસો વધવાની શક્યતા વધુ છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસ લોકોના વ્હારે આવી છે. કોરોનાની જાણકારી આપવા સરકારી વહીવટીતંત્રને મદદરૂપ થવા કોંગ્રેસે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

વાયરસની મહામારીમાં દેશ અને ગુજરાતના નાગરિકોને માહિતી - માર્ગદર્શન અને મદદ કરવા તથા સરકારી વહીવટીતંત્રને મદદરૂપ થવા કોંગ્રેસ જિલ્લા- તાલુકાથી માંડીને શહેરમાં કાર્યકરો સાથે સંકલન સાધી લોકોને કેવી રીતે મદદરૂપ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરોનું સંકલન કરવાના હેતુસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા કન્ટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવેલ છે. કોઇપણ પ્રકારની ઇમરજન્સી માટે પ્રજાજનો ૦૭૯- ૨૫૬૭૮૨૧૨, ૨૫૬૭૮૨૧૩ આ નંબર ઉપર સંપર્ક કરવો.

Share: