એરટેલે લોન્ચ કર્યો ૨૮૯ રૂપિયાનો પ્લાન, હવે મળશે આ ફાયદા

January 14, 2019
 896
એરટેલે લોન્ચ કર્યો ૨૮૯ રૂપિયાનો પ્લાન, હવે મળશે આ ફાયદા

ટેલિકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે પ્રીપેડ યુઝર્સ માટે ૨૮૯ રૂપિયાનો એક નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે, જેમાં યુઝર્સને ૨૭૯ રૂપિયાની પ્રીપેડ રિચાર્જ મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ૧ જીબી ૨જી/૩જી/૪જી ડેટાની સાથે ૪૮ દિવસ માટે દરરોજ ૧૦૦૦ એસએમએસ પણ મળશે. તમને જણાવી દઈએ કે, એરટેલના ઓપન માર્કેટ પ્લાન છે જે આંધ્રપ્રદેશ, તેલંગણા, ચેન્નાઈ અને બાકી ક્ષેત્રોમાં લાગુ થશે. તેમ છતાં આ પ્લાન દિલ્હી અને બાકી મેટ્રો સર્કલ્સમાં લાગુ પડશે નહિં.

તેના સિવાય તમને જણાવી દઈએ કે, જિયો બાદ એરટેલે પણ આંતરરાષ્ટ્રીય રોમિંગ એક્ટિવેશન ફી બધા કસ્ટમર્સ માટે દુર કરી દીધી છે. આ અગાઉ એરટેલ ૯૯ રૂપિયા આંતરરાષ્ટ્રીય રોમિંગ એક્ટિવેશન ચાર્જ તરીકે લેતું હતું. કંપનીએ જાહેરાત કરી છે કે, હવે રોમિંગ એક્ટિવેશન માટે હવે કોચ ચાર્જ ચુકવવો પડશે નહિં.

આ અગાઉ એરટેલે એક વધુ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનની કિંમત ૭૬ રૂપિયા છે અને આ રિચાર્જ કરવા પર યુઝર્સને ૨૬ રૂપિયાનો ટોકટાઈમ મળશે. આ રિચાર્જમાં યુઝર્સ ૬૦ પૈસા પ્રતિ મીનીટના દરથી વાત કરી શકશે. તેના સિવાય યુઝર્સને ૧૦૦ એમબી ડેટા પણ મળશે અને વેલીડીટી ૨૮ દિવસની છે.

Share: