સૌરવ ગાંગુલીએ આપી ઈડન ગાર્ડન્સને કોરેન્ટાઈન સેન્ટર બનાવવાની ઓફર

March 25, 2020
 96
સૌરવ ગાંગુલીએ આપી ઈડન ગાર્ડન્સને કોરેન્ટાઈન સેન્ટર બનાવવાની ઓફર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે, તે કોરોના વાયરસની સારવાર માટે ઈડન ગાર્ડન્સને કોરેન્ટાઈન કરવા માટે તૈયાર છે. આ સમયે ભારત સહિત સંપૂર્ણ વર્લ્ડ કોરોના વાયરસની બીમારીથી પીડાઈ રહ્યું છે. આ બીમારીના કારણે સંપૂર્ણ દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

પીટીઆઈ સાથે ખાસ વાતચીતમાં સૌરવ ગાંગુલીએ લોકડાઉનને લઈને કહ્યું છે કે, સરકાર જો અમારાથી મદદ માંગશે, તો ઇડન ગાર્ડન્સને છોપવા માટે તૈયાર છે. આ તક પર અમારાથી જે થશે, અમે કરીશું, તેનાથી કોઈ સમસ્યા નથી. વર્તમાન સમયમાં લોકડાઉન જ બેસ્ટ વિકલ્પ જોવા મળી રહ્યો છે. કેટલીક બાબતો કોઈના હાથમાં હોતી નથી. સરકાર અથવા હેલ્થ મીનીસ્ટ્રી આપણને કંઈપણ કહે છે, તો તમારે તેનું પાલન કરવું પડશે. આવું સંપૂર્ણ વર્લ્ડમાં થી રહ્યું છે.”

કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ૧૫ હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે, જ્યારે ૪ લાખથી ઉપર લોકો બીમારીની ચપેટમાં આવી ગયા છે. ભારતમાં પણ આ બીમારીનો આંકડો ૫૫૦ ની પાર પહોંચી ચુક્યો છે, તેના કારણે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ પહેલા ૨૯ માર્ચથી શરુ થનારી આઈપીએલને ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી હતી, પરંતુ વર્તમાન પરીસ્થિતિને જોતા ક્યારેય પણ આઈપીએલને આ વર્ષ માટે રદ કરવામાં આવી શકે છે. તેની પહેલા આ વર્ષે રમાવનાર ઓલોમ્પિક ૨૦૨૦ ને પણ એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી ચુક્યો છે. બીસીસીઆઈની પાસે પણ બીજો કોઈ વિકલ્પ જોવા મળી રહ્યો નથી.

પ્રધાનમંત્રી મોદી દ્વ્રારા લોકડાઉનના જાહેરાત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓએ બધાને ઘરમાં રહેવાની અપીલ કરતા સરકારનો સહયોગ આપવા માટે કહ્યું છે.

Share: