ગુજરાતમા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૪૩ થઈ, ૩ લોકોના મૃત્યુ

March 26, 2020
 628
ગુજરાતમા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૪૩ થઈ, ૩ લોકોના મૃત્યુ

ગુજરાતમા કોરોના પોઝીટીવ કેસની સંખ્યામા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે આજના દિવસે ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૪૩ થઈ છે. જેમાં અમદાવાદમા ૧૫, સુરતમા ૭, ગાંધીનગર ૭, રાજકોટ ૪, વડોદરા ૮, કચ્છ ૧ અને ભાવનગરમાં ૧ દર્દીનો સમાવેશ થાય છે.

આ અંગે વધુ જણાવતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે ગુજરાતના કોરોનાના લીધે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક મૃત્યુ ગઈકાલે અમદાવાદમા ૮૫ વર્ષના વૃદ્ધાનું થયું છે. જયારે આજે સવારે એક મૃત્યુ ભાવનગરમા થયું છે. આમ ગુજરાતમા અત્યાર સુધી ત્રણ મૃત્યુ થયા છે. આ લોકોને માત્ર મેડીકલ ફેસીલીટી આપવામા આવે છે અને હાલ આ અંગે કોઈ દવા આપવામા આવતી નથી.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ સમગ્ર સ્થિતિ અંગે આજે સવારે ગુજરાતના સીએમ રૂપાણી સાથે સ્થિતિની સમીક્ષા કરવામા આવી હતી. તેમણે કહ્યું છે અત્યારે સમગ્ર રાજયમા લોકડાઉન છે અને લોકોને ઘરમા રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત વૃદ્ધ અને બાળકોને વધારે કાળજી લેવાની જરૂર છે. જયારે હાલની સ્થિતિમા કોઈપણ મેડીકલ ઈમરજન્સીમા મેડીકલ સુવિધા ૧૦૮નો ઉપયોગ કરવો. તેમજ સરકારે આ માટે ૧૦૪ નંબર પણ જાહેર કર્યો છે તેનો પણ ઉપયોગ કરી શકાશે. કોરોનાના લીધે પ્રથમ મૃત્યુ સુરતમા થયું હતું. જયારે બીજું મૃત્યુ અમદાવાદ અને અને આજે સવારે ત્રીજું મૃત્યુ ભાવનગરમા થયું હતું.

Share: