ફિલ્મ ‘બેલ બોટમ’ માં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે વાણી કપૂર

March 26, 2020
 152
ફિલ્મ ‘બેલ બોટમ’ માં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે વાણી કપૂર

બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર આ વર્ષે ઘણી મોટી ફિલ્મોમાં મહત્વના પાત્રમાં જોવા મળવાના છે. ફિલ્મોને આ લાંબી લીસ્ટમાં અક્ષય કુમાર ખુબ જ જલ્દી ‘બેલ બોટમ’ માં જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મથી જોડાયેલ ઘણી બાબતો સામે આવતી રહે છે. તાજેતરના સમાચાર અનુસાર, બેલ બોટમ માં વધુ એક સુંદર હિરોઈનની એન્ટ્રી થઈ ગઈ છે. જી હા, અક્ષય કુમારની ફિલ્મમાં વાણી કપૂર પણ જોવા મળશે. ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ‘વાણી કપૂર બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની સાથે કામ કરવા માટે ઘણા ઉત્સાહિત છે. આ ફિલ્મમાં વાણી કપૂર નાનું પરંતુ મહત્વના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં તે અક્ષય કુમારની પત્નીનું પાત્ર નિભાવશે. તેની સાથે અક્ષય કુમાર અને વાણી કપૂરની વચ્ચે કેટલાક રોમેન્ટિક દ્રશ્યો અને કેટલાક ગીત ફિલ્માવવામાં આવશે. આ ફિલ્મમાં ફિલ્મમેકર્સ અક્ષય કુમારની સાથે એક નવી જોડી ઈચ્છતા હતા. તમને જણાવી દઈએ કે, આ પ્રથમ વખત થશે જ્યારે મોટા પરદા પર અક્ષય કુમાર અને વાણી કપૂર રોમાન્સ કરતા જોવા મળશે.

‘બેલ બોટમ’ ફિલ્મ સિવાય વાણી કપૂર પાસે આ સમયે ‘શમશેરા’ પણ છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂરની સાથે જોડી બનાવશે. જ્યારે બેલ બોટમની વાત કરીએ તો, આ ફિલ્મ પ્રથમ જાન્યુઆરી ૨૦૨૧ માં રીલીઝ થવાની હતી પરંતુ મેકર્સે બાદમાં જાહેરાત કરી કે, ફિલ્મ એપ્રિલ ૨૦૨૧ ના રીલીઝ કરવામાં આવશે. ફિલ્મની જાહેરાત સાથે મેકર્સે ‘બેલ બોટમ’ ના કેટલાક પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ખુબ જ અલગ લુકમાં જોવા મળ્યા હતા. તેમનું આ લુક તેમના ચાહકો દ્વ્રારા ખુબ વાયરલ થયું હતું.

Share: