કોરોનાથી બચવા અમદાવાદીઓ થયાં જાગૃત, કર્યું આ કામ.

March 26, 2020
 646
કોરોનાથી બચવા અમદાવાદીઓ થયાં જાગૃત, કર્યું આ કામ.

કોરોના વધતા કેસોને કારણે ગુજરાતીઓ માટેનો માહોલ પ્રવર્તી રહ્યો છે સમગ્ર ભારત લોકડાઉન થયું છે ત્યારે અમદાવાદીઓ પણ જાગૃત થયા છે. અમદાવાદ શહેરમાં સોસાયટીમાં ય ફેરિયા - મહેમાનો પ્રવેશ પર પાબંધી લગાવાઈ છે. સોસાયટીના બહાર સેનેટાઈઝર મુકાયા છે જેનો ઉપયોગ કરાયા પછી સોસાયટીમાં પ્રવેશ અપાઇ રહ્યો છે. સોસાયટીના રહીશોને પણ નિયમોનું પાલન કરવા કડક તાકીદ કરવામાં આવી છે.

બજારોમાં દુકાનોની બહાર લોકો સ્વયંભૂ રીતે એક મીટરના અંતરે દૂર ઊભા રહીને લાઇન લગાવી રહ્યા છે અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સ માટે દુકાનો મોલ, મેડિકલ સ્ટોર્સની બહારના ભાગે કુંડાળા દોરવામાં આવ્યા છે. આ કુંડાળા પર ઊભા રહી અમદાવાદીઓ સ્વયંભૂ શિસ્તનો પરિચય આપી રહ્યા છે. ટૂંકમાં ધીરે ધીરે લોકો લોકડાઉનમાં સરકારના સુચના આદેશનું પાલન કરી રહ્યા છે.

Share: