ગુજરાતમાં હડકંપ મચ્યો, ૨૪ કલાકમાં કોરોનાથી બે ના મોત.

March 26, 2020
 885
ગુજરાતમાં હડકંપ મચ્યો, ૨૪ કલાકમાં કોરોનાથી બે ના મોત.

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે રાજ્ય આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની ખૂબ જ સતર્કતા હોવા છતાંયે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૩ સુધી પહોંચ્યો છે. ગુજરાત માટે ચિંતાની વાત એ છે કે, હવે સ્થાનિક સંપર્કને કારણે કોરોના કેસો વધી રહ્યા છે.

બુધવારની મોડી રાત્રે એક ૮૫ વર્ષીય વૃદ્ધાનું અમદાવાદ સિવિલ મૃત્યુ થયું હતું. આ બધા સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ કોરોનાનો શિકાર બન્યા હતા. આજે વહેલી સવારે ભાવનગરમાં એક ૭૦ વર્ષીય વૃદ્ધાનું પણ કોરોનાથી મોત નિપજ્યું હતું. આ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને ત્રણ થયો છે. કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને ૪૩ પર પહોંચી છે. અમદાવાદમાં સૌથી વધુ ૧૫ કેસો નોંધાયા છે. ભાવનગરમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે. આજે નોંધાયેલા પાંચ નવા કેસોમાં ત્રણ જણાંને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો છે.

Share: