બાંગ્લાદેશના ૨૭ ખેલાડીઓએ કોરોનાવાયરસથી લડવા માટે દાનમાં આપી આટલી રકમ

March 26, 2020
 179
બાંગ્લાદેશના ૨૭ ખેલાડીઓએ કોરોનાવાયરસથી લડવા માટે દાનમાં આપી આટલી રકમ

કોરોના વાયરસ સંપૂર્ણ દુનિયામાં કહેર મચાવી રહ્યો છે. એવામાં મુશ્કેલ સમયમાં બાંગ્લાદેશના ક્રિકેટર્સ મદદ માટે એક સાથે આગળ આવ્યા છે. બાંગ્લાદેશના ૨૭ ક્રિકેટર્સે કોરોના વાયરસ સામેની લડાઈમાં ૧૫ દિવસનો પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશના ખેલાડી ઈચ્છે છે કે, તેમની એક મહિનાની અડધી સેલેરીનો ઉપયોગ કોરોના વાયરસથી પીડાઈ રહેલા દર્દીઓના સારવાર માટે ખર્ચ કરવામાં આવે.

ખાસ વાત એ છે કે, આ બાબતમાં માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડથી કરાર કરનાર ખેલાડી જ નહિ પરતું તે ખેલાડીઓ પણ છે જેને બોર્ડથી કરાર કર્યો નથી. ૨૭ ક્રિકેટર્સમાંથી ૧૭ ની પાસે બાંગ્લાદેશ ક્રિકેટનો બોર્ડનો કરાર છે, જ્યારે ૧૦ ખેલાડીઓની પાસે કોન્ટ્રાક્ટ નથી.

તેની સાથે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સંપૂર્ણ દુનિયા કોરોના વાયરસ સામે લડાઈ લડી રહી છે. બાંગ્લાદેશમાં પણ કોરોના વાયરસનો ભય વધતો જોવા મળી રહ્યો છે. અમે લોકોને સાવધાન રહેવાની અપીલ પણ કરી રહ્યા છે. અમે તેમને બતાવી રહ્યા છે કે, તેનાથી બચવા માટે ઘણા ઉપાય અપનાવ્યા છે. ૨૭ ક્રિકેટર્સ પોતાના મહિનાની અડધી સેલેરી જો કે લગભગ ૨૫ લાખ જેટલી છે તે દાનમાં આપી રહ્યા છે.”

ખેલાડીઓનું માનવું છે કે, એક સાથે આવી લડાઈ લડી શકાય છે. નિવેદનમાં આગળ એ પણ કહ્યું કે, “બની શકે છે કે દાનમાં આપવામાં આવી રહેલી રકમ કોરોના વાયરસ સામે લડાઈમાં ઓછી હોય. પરંતુ આપણે બધા એક સાથે સહયોગ આપી આ વિચારધારાને મોટી બનાવી શકીએ છીએ અને કોરોના વાયરસ સામે લડાઈ લડી શકીએ છીએ.”

Share: