આ ધારાસભ્ય કહ્યું કે, લોકડાઉન ભંગ કરે તો ગોળી મારવા ઓર્ડર આપો.

March 26, 2020
 862
આ ધારાસભ્ય કહ્યું કે, લોકડાઉન ભંગ કરે તો ગોળી મારવા ઓર્ડર આપો.

કોરોના નો કેર વધી રહ્યો છે જેના લીધે લોકોમાં દહેશત ફેલાઇ છે. લોકો દૂધ શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા દોડાદોડી કરી રહ્યા છે. ભાવ વધશે, ચીજવસ્તુઓ નહીં મળે તેવી અફવાઓને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. ના છૂટકે પોલીસે દંડાવાળી કરવી પડી રહી છે

દરમિયાન ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ એવું ટ્વીટ કર્યું છે કે, જો લોકો લોકડાઉનનો ભંગ કરે તો સરકાર ગોળી મારવાનો આદેશ આપવો જોઈએ. લોકડાઉનનના સમયે વિવાદિત ટીપ્પણી કરનાર ઝઘડિયાના બીટીપી ધારાસભ્ય છોટુ વસાવાની આ પોસ્ટને લઈને લોકો આકરી ટીકા કરી રહ્યા છે, કારણકે કદાચ છોટુ વસાવાને ખબર નહીં હોય કે ભારત દેશમાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છે જેમને નાની-મોટી ચીજવસ્તુઓ લેવા માટે બહાર જવું પડે છે.

Share: