કોવીડ-૧૯ : ભારતમા કોરોના પોઝીટીવની સંખ્યા ૬૪૯ થઈ, ૧૩ લોકોના મોત

March 26, 2020
 835
કોવીડ-૧૯ : ભારતમા કોરોના પોઝીટીવની સંખ્યા ૬૪૯ થઈ, ૧૩ લોકોના મોત

દેશભરમા કોરાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૬૪૯ પર પહોંચી છે. જેમાં અત્યાર સુધી ૧૩ લોકોના મોત થયા છે. જેમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશમા એક એક વ્યક્તિનું મોત થયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગોવામાં પહેલી વાર સંક્રમણના ૩૩ કેસો નોંધાયા હતા.

મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમા અત્યાર સુધી કોવીડ-૧૯ થી ૧૩ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમા ત્રણ ગુજરાતમાં બે અને મધ્ય પ્રદેશ, તમિલનાડુ, બિહાર, કર્ણાટક, પંજાબ, દિલ્હી, પશ્વિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમા એક એક વ્યકિતનું મોત થયું છે. આંકડા અનુસાર દેશમા આ વાયરસના લીધે સક્રિય મામલા ૫૯૩ હતા. જેમાંથી ૪૨ લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે. જેમાં એક વ્યકિત વિસ્થાપિત થઈ છે. મંત્રાલયે જણાવ્યું કે ૬૪૯ કુલ મામલામા ૪૭ વિદેશી નાગરિકો સામેલ છે.

મહારાષ્ટ્રમા મંગળવાર રાતથી અત્યાર સુધી કોરોનાના ચાર પોઝીટીવ કેસ મળી આવ્યા છે. જેની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૧૬ ની થઈ છે. આ સમગ્ર દેશમા કોઈ પણ રાજ્ય કરતા સૌથી વધારે કેસ છે.કોરોના વાયરસના ચાર લોકોના સંક્રમણ બાદ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે મહારાષ્ટ્રના હાલ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૧૧૬ ની છે. જેમાં સાંગલીમા એક જ પરિવારના ૫ લોકોની અને મુંબઈના ૪ લોકોની યાત્રાનો ઈતિહાસ જાણી શકાયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે નવા કેસ સાંગલી જીલ્લામા મળ્યા હતા જ્યાં એક જ પરિવારના પાંચ લોકો પોઝીટીવ મળ્યા હતા. તેમજ અમે હાલ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ પાંચ લોકો ભારતમા જ હતા કે બહાર ગયા હતા. રાજ્યમા ૧૦ નવા કેસ મંગળવારે અને પાંચ નવા કેસ આજે માલુમ થયા છે.

Share: