૩૬૫ દિવસની વેલીડીટી સાથે વોડાફોને લોન્ચ કર્યો નવો પ્લાન

January 15, 2019
 862
૩૬૫ દિવસની વેલીડીટી સાથે વોડાફોને લોન્ચ કર્યો નવો પ્લાન

ટેલિકોમ કંપની વોડાફોને પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ૧૪૯૯ રૂપિયાનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટા, કોલિંગ અને ફરી એસએમએસની સુવિધા મળશે. વોડાફોનનો આ વર્ષનો પ્લાન રિલાયન્સ જિયોના ૧૬૯૯ રૂપિયાના પ્લાનથી ટક્કર આપનારો છે. એવામાં જોવા રહેશે કે, વોડાફોન પોતાના આ પ્લાન દ્વ્રારા જિયોને કેટલી ટક્કર આપી શકશે.

પ્લાન ડિટેલ્સ

આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ અને નેશનલ આઉટગોઇંગ કોલ મળી રહી છે. તેની સાથે પ્લાનમાં ૧૦૦ ફ્રી એસએમએસ દરરોજ મળશે અને તેમાં કોઈ પ્રકારના બ્લેકઆઉટ દિવસ સામેલ કરવામાં આવશે નહીં. તેની સાથે જ પ્લાનમાં ૧ જીબી હાઈ-સ્પીડ ૩જી/૪જી ડેટા દરરોજ મળશે, એટલે ગ્રાહકને ૩૬૫ દિવસની વેલીડીટીના મુજબ ૩૬૫ જીબી ડેટા દરરોજ મળશે. તેમ છતાં ડેલી લીમીટ સમાપ્ત થયા બાદ યુઝર્સ ૫૦ પૈસા પ્રતિ એમબીના દરથી ઈન્ટરનેટ ઉપયોગ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, જિયોના માર્કેટમાં આવ્યા બાદ લગભગ બધી ટેલિકોમ કંપનીઓ પોતાના નવા-નવા પ્લાન્સ પ્રસ્તુત કરી રહી છે, એવામાં જોવાનું રહેશે કે, આ નવા પ્લાનથી કંપનીને યુઝર્સથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: