કોરોના : જમાતના કાર્યક્રમમા સામેલ લોકોની શોધખોળ શરૂ, કેન્દ્ર સરકારે રાજય સરકારને આદેશ આપ્યા

April 02, 2020
 928
કોરોના : જમાતના કાર્યક્રમમા સામેલ લોકોની શોધખોળ શરૂ, કેન્દ્ર સરકારે રાજય સરકારને આદેશ આપ્યા

દિલ્હીના મરકત નિઝામુદ્દીનમા થયેલા ધાર્મિક કાર્યક્રમ બાદ કેન્દ્ર સરકારે તેમા સામેલ લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. કારણ કે આ કાર્યક્રમમા હાજર ૧૩૦ લોકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. જેમાંથી ૧૦ લોકોના મોત થયા છે. આ કાર્યક્રમમા લોકો વિદેશથી પણ ભાગ લેવા આવ્યા હતા.

કેબીનેટ સચિવ રાજીવ ગોબાએ બુધવારે તમામ રાજયના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક કરી હતી. જેમાં મરકજ નિઝામુદ્દીનમા આવેલા અને દેશભરમા અનેક રાજયમા પરત ફરેલા લોકોની શોધખોળ માટે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે રાજય સરકારોને કહ્યું છે કે પોતાના રાજ્યમા યુદ્ધસ્તર પર આ લોકોની શોધ શરૂ કરે અને વિઝા નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરે.

આ ઉપરાંત સરકારે જણાવ્યું છે કે વિદેશી નાગરિક તબલીઘ જમાતના સભ્ય હોય તેનું સ્ક્રીનીગ કરવામા આવે અને અલગ રાખવામા આવે અને જરૂર પડે તો હોસ્પિટલમા દાખલ કરવામા આવે.તેમજ જો તે કોરોના સંક્રમિત ના હોય તો તે પ્રથમ ફ્લાઈટથી તેના દેશ મોકલી દેવામા આવે.ગુહ મંત્રાલય તરફથી કહેવામા આવ્યું છે કે જે લોકો ટુરીસ્ટ વિઝા પર આવીને મિશનરીનું કામ કરે છે તેને વીઝા નિયમનો ભંગ માનવામા આવશે. તેમજ ૧ જાન્યુઆરી અત્યાર સુધી તબલીગ જમાતના ૨૧૦૦ લોકો ભારતમા આવ્યા છે જે દેશભરમા સંગઠનની કામગીરી સાથે જોડાયેલા છે. જેમા બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને મેલેશિયા અને થાઈલેન્ડ જનારા લોકો સામેલ છે.

દેશભરમા કોરોના વાયરસના વધતા ચેપ બાદ પણ સંક્રમણના ખતરાથી ૧૦૦૦ થી વધારે લોકો બહુમંજીલા મસ્જીદમા રોકાયા હતા. જયાથી તેમને હોસ્પિટલ અને કવોરોનટાઈન સેન્ટરમા ભરતી કરાવવામા આવ્યા છે.

Share: